હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાદરવી અમાસઃ સર્વપિતૃઓના તર્પણ માટેનો રવિવારે અતિ મહત્વનો દિવસ
પિતૃઓ શાંત હોય તો આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે

મુંબઈ,તા.૨૦: રવિવારે ભાદરવી અમાસ અને પછીના દિવસથી માતાજીના આરધના માટેના નવલી નોરતાના દિવસો શરૂ થવા છે. અગાઉ ભાદરવી અમાસ ભાદરવા મહિનાની અમાવસ્યા એટલે માનસિક ગભરાટ સાથે ઘણું મગજ માં ચાલતું હોય છે. પણ આ અમાવસ્યાથી પવિત્ર અને સારો દિવસ કોઈ નથી. કારણ ભાદરવા મહિનાની અમાવસ્યા એટલે સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. કિરણ મહારાજે જણાવ્યું કે, જે આપણા પિતૃઓને મોક્ષના મળ્યો હોય અથવા એમની આત્મા સંતુષ્ટના હોય તો એમની મુક્તિ માટેના ઉત્તમ દિવસ એટલે ભાદરવા મહિનાની અમાવસ્યા. એ રીતે જોવા જઈએ તો આ દિવસ ઘણો પવિત્ર ગણાય, જે મૃતકોને પણ મુક્તિ આપી શકે એ દિવસની ખરાબ કેમ ગણવો? આપણા પિતૃઓને શાંત કરવા માટે આ દિવસે બ્રહ્મ ભોજ એટલે કે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય, ગાયમાતાને લીલું ઘાસ અને ગોળના લાડુ ખવડાવી શકાય. જે પિતૃઓને શાંત કરવા અને મુક્તિ માટેના માધ્યમ છે. એમની અંતઃકરણ ઠારી મંત્રોના જાપ કરી આપણા પિતૃઓને શાંત કરી શકાય. પિતૃઓ શાંત થતા જ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ ની પ્રાપ્તિ થતી હોય છે.
પિતૃઓ શાંત નથી એ કેવી રીતે ખબર પડી શકે?
આપણા રોજિંદા જીવન આવતી અણધારી તકલીફો જ એનો ઈશારો હોય છે. અચાનક બીમારી આવવી. એક્સીડન્ટ થવું, કામ કરવા છતાં યોગ્ય વળતર ના મળવું, પરિવારમાં નજીવી બાબતે મોટા ઝઘડા થવા. સંતાનોના લગ્ન ના સારા કાર્યોમાં વિલંબ થવો. સહિતની ઘણી બાબતો છે જે પિતૃઓ શાંત ના હોય તો કાર્ય માં વિઘ્ન થાય છે. તો આ અતિ પરમ પવિત્ર દિવસે આપણા પિતૃઓની શાંતિ માટે ઉપાય કરી યોગ્ય ફળ પ્રાપ્તિ કરી શકાય. ઘણાની કુંડળીમાં પણ એવા દોષો હોય છે, જે આ દિવસે નિવારણ કરી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
