<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

સોમવારે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત અનુભવાશે

સોમવારે દિવસ અને રાત સરખા, મંગળવારથી ક્રમશઃ દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થશે : ગત ૨૧મી માર્ચે દિવસ અને રાત બંન્ને સરખા, ૨૧મી જૂન લાંબામાં લાંબો દિવસ હતો

નવી દિલ્‍હી,તા.૨૦: આગામી સોમવારે તા. ૨૨મી સપ્‍ટેમ્‍બરના રોજ શહેરીજનો દિવસ અને રાત બંન્ને સરખા એટલે કે ૧૨-૧૨ કલાકના હોવાનો અનુભવ કરશે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની ૨૧ મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને તા. ૨૧ મી જૂને લાંબામાં લાંબો દિવસનો અહેસાસ કર્યા પછી સોમવાર તા.૨૨ મી સપ્‍ટેમ્‍બરે શરદસંપાતના કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદભુત અનુભવ માણવા મળશે. આ ઘટનાનો ખગોળા શાષમાં વસંતસંપાત પછી હવે શરદસંપાત તરીકે ઓળખવામા આવે છે.

રાજકોટમાં સૂર્યોદય સવારે ૬ કલાક ને ૩૬ મિનિટ અને સૂર્યાસ્‍ત સાંજે ૫ કલાક ને ૪૦ એટલે દિવસ ૧૨ કલાક ને ૦૪ મિનિટનો રહેશે. અમદાવાદમાં સૂર્યોદય ૬ કલાક ને ૨૯ મિનિટ અને સૂર્યાસ્‍ત ૬ કલાક ને ૩૪ મિનિટ એટલે દિવસ ૧૨ કલાક ને ૫ મિનિટ, સુરતમાં સૂર્યોદય ૬ કલાક ને ૨૯ મિનિટ, થરાદમાં સૂર્યોદય ૬ કલાક ને ૩૪ મિનિટ સૂર્યાસ્‍ત ૬ કલાક ને ૩૫ મિનિટ, મુંબઈમાં સૂર્યોદય ૬ કલાક ૨૮ મનિટ ૩૮ સેકન્‍ડ સૂર્યાસ્‍ત ૫ કલાક ને ૩૪ મિનિટ ૧૩ સેકન્‍ડ સામાન્‍ય રીતે ૧૨ કલાક ને દિવસ-રાત્રી રહેશે. સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બર માસ સમપ્રકાશીય ઉત્તર ગોળાર્ધમાં રહેતા કોઈપણ માટે પાનખરનો પ્રથમ દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં રહેતા કોઈપણ માટે વસંતનો પ્રથમ દિવસ દર્શાવે છે. વિષુવવૃત્તના દિવસે, પૃથ્‍વી પર દરેક જગ્‍યાએ દિવસ અને રાત્રિના લગભગ ૧૨ કલાક હોય છે, કારણકે રાશિચક્રના નક્ષત્રોમાંથી સૂર્યની વાર્ષિક યાત્રા તેને અવકાશી વિષુવવૃત્ત પર લઈ જાય છે. અયનકાળ વચ્‍ચેના મધ્‍યવતી બિંદુઓ પર, લગભગ ૨૧ માર્ચ અને ૨૨ સપ્‍ટેમ્‍બરના રોજ સૂર્ય પૃથ્‍વીના વિષુવવૃત્ત પર સીધો રહે છે. માર્ચમાં, સૂર્ય વિષુવવૃત્ત પર ઉત્તર તરફ પ્રવાસ કરે છે. અને સપ્‍ટેમ્‍બરમાં તે દક્ષિણ તરફ પ્રયાણ કરે છે.

પૃથ્‍વી ધરી આસપાસ ૨૩.૫ અંશે નમેલી હોય છે

પૃથ્‍વી પોતાની ધરી આસપાસ ૨૩.૫ અંશે નમેલી-ઝુકેલી હોય છે. પૃથ્‍વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્‍વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. ૩૬૫ દિવસમાં દિવસ-રાત સરખા બે વખત અને લાંબો દિવસ અને રાત લાંબી બાદ રાત્રી ટુંકી અને દિવસ ટૂંકાનો અનુભવ ખગોળીય ઘટનાના કારણે જોવા મળે છે જેમાં સંપાતની મહત્‍વની ભૂમિકા છે. પૃથ્‍વીની ઝુકેલી ધરીને કારણે પૃથ્‍વી ઉપર અસામાન્‍ય આબોહવાના ફેરફારો, દિવસ-રાત, ગરમી-ઠંડી વિગેરે અનુભવ ભૌગોલિક પરિસ્‍થિતિથી જોવા મળે છે.

(10:57 AM IST)