<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

નરેન્‍દ્રભાઇ મોદીના ભાવનગરના કાર્યક્રમની સમીક્ષા કરતાં ભુપેન્‍દ્રભાઇ

ભાવનગર : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ભાવનગરમાં  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે  મોડી સાંજે  કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્‍થળ-સ્‍થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્‍યમંત્રી સીધા જ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સ્‍થળ જવાહર મેદાન ખાતે પહોંચ્‍યા હતાં .જ્‍યાં મુખ્‍યમંત્રીશ્રીએ  યોજાનાર કાર્યક્રમની વિગતો જિલ્લા કલેક્‍ટરશ્રી અને અધિકારીઓ પાસેથી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ કાર્યક્રમ સ્‍થળે થઈ રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.  આ વેળાએ મુખ્‍યમંત્રીશ્રીની સાથે નાણામંત્રી  કનુભાઈ દેસાઈ, આરોગ્‍ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલ, ધારાસભ્‍ય શ જીતુભાઈ વાઘાણી, મુખ્‍ય સચિવ  પંકજ જોશી, રાજ્‍ય પોલીસ વડા  વિકાસ સહાય, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સી.ઈ.ઓ.  રાજકુમાર બેનીવાલ, મ્‍યુનિસિપલ કમિશનર  એન. કે. મીના, રેન્‍જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર,  કલેકટર  ડો. મનીષકુમાર બંસલ, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(11:34 AM IST)