<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

નરેન્‍દ્રભાઇ ભાવનગરમાં: રોડ-શોઃ જાહેરસભામાં હકડેઠઠ જનમેદની

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમઃ નરેન્‍દ્રભાઈ મોદીની ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના રૂા. ૨૬ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટઃ ભારત સરકારના પોટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ રૂા. ૬૬ હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્‍ડીંગ MoUsનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૦: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. ભાવનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો રોડ-શો યોજાયો છે. આ ઉપરાંત ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમળદ્ધિ' કાર્યક્રમની અધ્‍યક્ષતા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરી છે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમળદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ રૂા. ૬૬,૦૨૫ કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કર્યું છે. જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત ૨૧ એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પોર્ટ્‍સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે રૂા. ૭૮૭૦ કરોડના વિવિધ પ્રોજેક્‍ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપી છે. તેઓએ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્‍યની જનતા માટે રૂા. ૨૬,૩૫૪ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આમ, કુલ મળીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ભાવનગર ખાતેથી રૂા. ૧ લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્‍સ, શિપિંગ અને વોટરવેઝ કેન્‍દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્‍થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂા. ૨૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું  છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્‍સ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્‍સ્‍યોદ્યોગ (કળષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.

ગુજરાતને મળી રૂા. ૨૬ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતેના કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ઈં ૨૬,૩૫૪ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના રૂા. ૨૩,૮૩૦ કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ઈં ૨૫૨૪ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્‍વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ રૂા. ૪૭૦૦ કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ઈં ૫૮૯૪ કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્‍ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્‍સો-આલ્‍કોહોલ પ્રોજેક્‍ટનું લોકાર્પણ તેમજ ન્‍યૂ એન્‍ડ રિન્‍યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ રૂા. ૧૫૦૦ કરોડના ખર્ચે સુરેન્‍દ્રનગરમાં નિર્મિત ૨૮૦ મેગાવોટ સોલાર પ્રોજેક્‍ટનું અને રૂા. ૧૬૬૦ કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્‍છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્‍દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ ૧૭ જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત ૪૭૫ મેગાવોટના લગભગ ૧૭૨ ડિસેન્‍ટ્રલાઇઝ્‍ડ સોલાર પાવર પ્‍લાન્‍ટ્‍સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્‍ટ્‍સ તેમજ રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્‍તાઓના પ્રોજેક્‍ટસનું ખાતમુહૂર્ત પણ કર્યું છે.

કચ્‍છના ધોરડો ગામનું થયું ૧૦૦ ટકા સોલરાઇઝેશન

યુનાઇટેડ નેશન્‍સ વર્લ્‍ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ' તરીકે પ્રતિષ્ઠિત કચ્‍છના ધોરડો ગામનું ૧૦૦્રુ સોલરાઇઝેશન કરવામાં આવ્‍યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના ૧૦૦ ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્‍યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્‍પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કર્યું છે.

ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂા. ૨૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સમુદ્ર સે સમળદ્ધિ' કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ઈં ૨૫૨૪ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ વિકાસકાર્યો નીચે મુજબ છેઃ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ અંતર્ગત, રૂા. ૨૭૦ કરોડના ખર્ચે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બડેલી ગામમાં સરકારી પડતર જમીન પર ૪૫ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્‍ટનું લોકાર્પણ, રૂા. ૩૦૩ કરોડના ખર્ચે રાજ્‍યના ચાર જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્‍દ્રનગરમાં હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલીને મીડિયમ વોલ્‍ટેજ કવર્ડ કંડક્‍ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ અંતર્ગત રૂા. ૫૮૩.૯૦ કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્‍પિટલ માટે ટીચિંગ હોસ્‍પિટલ અને એમસીએચ બ્‍લોકના બાંધકામ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત, રૂા. ૫૨૫.૧૦ કરોડના ખર્ચે જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્‍ટ હોસ્‍પિટલ માટે ઓપીડી, એમસીએચ અને સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ બિલ્‍ડિંગના બાંધકામ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત,માર્ગ અને મકાન વિભાગ અંતર્ગર્તં રૂા. ૪૪૦.૭ કરોડના ખર્ચના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર માટે વિવિધ રોડ-રસ્‍તાઓની પહોળાઈ વધારવી, રસ્‍તાઓનું મજબૂતીકરણ કરવું, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગના રૂા. ૨૬૭.૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભાવનગર ખાતે કુંભારવાડામાં ૪૫ MLD ક્ષમતાવાળા નવા સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું નિર્માણ અને કુંભારવાડાથી દસનાલા સુધીનો ચાર-લેન પેવર રોડ અને વરતેજ ગામ ખાતે ભૂગર્ભ ગટર પ્રોજેક્‍ટ જેવા કાર્યોનું ખાતમુહૂર્ત,જામનગર ખાતે એલસી નંબર ૧૮૮ (હાપા) ખાતે રેલ્‍વે ઓવર બ્રિજ, ખંભાળિયા રોડ પર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ (ફેઝ-૧) તેમજ પુનઃસ્‍થાપન કરવામાં આવેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ,જળ સંપત્તિ વિભાગ હેઠળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામ ખાતે રૂા. ૫૬ કરોડના ખર્ચે ‘ચાંચ એન્‍ટી-સી ઇરોઝન' પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત,પાણી પુરવઠા વિભાર્ગં અંતર્ગત રૂા. ૩૮.૨૭ કરોડના ખર્ચે જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, કળષિ વિભાગ હેઠળના મત્‍સ્‍યોદ્યોગ વિભાગ અંતર્ગત રૂા. ૩૯.૪૬ કરોડના ખર્ચે ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે તૈયાર થનારા ફિશ લેન્‍ડિંગ સેન્‍ટરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું છે.

(11:35 AM IST)