<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

નરેન્દ્રભાઇનું ભાવનગર ઍરપોર્ટ ખાતે ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતના દ્વારા ભાવસભર સ્વાગત

ભાવનગર :  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગરના ઍક દિવસીય પ્રવાસે ભાવનગર ઍરપોર્ટ પર આવી પહોચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોઍ વડાપ્રધાનશ્રીનું ભાવસભર સ્વાગત કર્યુ હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગત-સત્કાર માટે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, રેન્જ આઇ. જી. શ્રી ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેય, અગ્રણી સર્વશ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્નાં હતાં. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) (૪.૧૩)

(12:10 PM IST)