હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
‘હું છું ભારત....હું છું ભાવનગર...' સંદેશ સાથેના ક્રિએટિવ બેનર્સ લઈ સમુદ્ર સે સમળદ્ધિ કાર્યક્રમમાં સહભાગી બન્યા
ભાવનગરવાસીઓએ અનોખી રીતે વ્યક્ત કર્યો દેશપ્રેમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૨૦ : ભાવનગરવાસીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આયોજિત સમુદ્ર સે સમળદ્ધિ કાર્યક્રમમાં અનોખી રીતે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરવાસીઓ જવાહર મેદાન ખાતેની સભા સ્થળે ખૂબ મોટી સંખ્યામાં હું છું ભારત.... હું છું ભાવનગરના ક્રિએટિવ બેનર્સ પ્રદર્શિત કરી રચનાત્મક રીતે દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ ક્રિએટિવ બેનર્સમાં હું છું ભાવનગર એવી રીતે લખવામાં આવ્યું હતું કે, બેનર્સના મોટા અક્ષર વાંચવામાં હું છું ભારત.... તેમ વંચાય અને મોટા અક્ષરો સાથે નાના અક્ષરને વાંચવામાં આવે તો હું છું ભાવનગર, તેમ વંચાય. આમ, ભાવનગરની કલા સર્જનાત્મકતાની માટેની જે આગવી ઓળખ છે, તેની પણ અહીં પ્રતીતિ થઈ હતી.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
