<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

નરેન્‍દ્રભાઈના હસ્‍તે વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જામનગર શહેર-જિલ્લાના અંદાજિત રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલના નવા બિલ્‍ડિંગનું ઇ-ખાતમુહૂર્તઃ અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્‍પોનન્‍ટ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્‍લાન્‍ટઃ રૂ.૪૧.૮૯ કરોડના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજઃ રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત

જામનગર, તા.૨૦: દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્‍યારે તેમના હસ્‍તે જામનગર જિલ્લાને રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્‍પોની ભેંટ મળી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલનું નવું બિલ્‍ડિંગ બનાવવાના કામનો, જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્‍પોનન્‍ટ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્‍લાન્‍ટ, ભૂજિયા કોઠાના રીસ્‍ટોરેશન (ફેઝ-૧) નું, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું તથા ખંભાળિયા રોડ પર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનો સમાવેશ થાય છે.

રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્‍પિટલના નવા બિલ્‍ડિંગનું ઇ-ખાતમુહૂર્ત રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ૧,૪૭,૬૧૭ ચોરસ મીટરમાં તૈયાર થનાર ૮ માળના નવા હોસ્‍પિટલ બિલ્‍ડિંગમાં કુલ ૨૦૭૧ બેડ, ૨૩૫ આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્‍ટર, ઈમરજન્‍સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્‍લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતળબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ,  મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ વિભાગ જેમાં ન્‍યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્‍પેશિયાલિટી વિભાગો, ૪૦ મોડ્‍યુલર ઓપરેશન થિયેટરનો સમાવેશ થાય છે.

આ ઇમારતને ગાયનેક વિભાગના ૧૦૦૦ દિવસ સર્ટિફીકેશન, લક્ષ્ય, નેશનલ મેડિકલ કમિશન બાયલોજ, ફાયર નોર્મ્‍સ, વિગેરે માર્ગદર્શિકા મુજબની સુવિધા સાથેની બનવા જઈ રહી છે. તબીબી દર્દીઓને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના તબીબી સારવાર અને વિશેષ સારવારની વિશાળ શ્રેણીની સુવિધા મળશે. આ કેમ્‍પસ મેડિસિટી કેમ્‍પસનો એક ભાગ છે, તેથી આ કેમ્‍પસમાં આરોગ્‍યસંભાળ સંબંધિત સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. દર્દીઓની સંખ્‍યામાં વધારા સાથે, સુવિધામાં મોટા વિસ્‍તરણ અને વિકાસ થઈ રહ્યો છે અને મેડિસિટીની સ્‍થાપના જી.જી.હોસ્‍પિટલના વિઝનના સંચાલનમાં ફાયદાકારક રહેશે.

અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્‍પોનન્‍ટ-સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્‍લાન્‍ટનું ઇ-લોકર્પણ પીએમ કુસુમ યોજના ઘટક-સી ફિડર લેવલ સોલરાઈઝેશનના ૪૭૫ મેગાવોટના સમગ્ર રાજ્‍યમાં પ્‍લાન્‍ટ્‍સ તૈયાર કરવામાં આવ્‍યા છે.

રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર, વિશાળ હોટેલ પાછળ, ટીપી સ્‍કીમ નં.૨, અંતિમ ખંડ નં.૯૮માં રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ (ફેઝ-૧) બનાવવામાં આવશે. જેમાં વોલીબોલ કોર્ટ, બેડમિન્‍ટન કોર્ટ, જુડો, કરાટે, કબડ્ડી, રેસ્‍લીંગ, ટેકવોન્‍ડો, ઓલીમ્‍પિક સાઈઝ સ્‍વીમીંગ પુલ, ફર્સ્‍ટ એઇડ રૂમ, મીડિયા / વિડીઓગ્રાફર રૂમ, પ્‍લેયર્સ એન્‍ડ રેફ્રી રૂમ, ટોઇલેટ બ્‍લોક, એથ્‍લેટીક લોન્‍જ, લોકર્સ એન્‍ડ ટોઇલેટ, સ્‍ક્‍વોશ કોર્ટ, રીક્રીએશનલ એરિયા (ઇન્‍ડોર ગેઈમ્‍સ - કેરમ, ચેસ), કોન્‍ફરન્‍સ રૂમ, પ્રેસ લોબી, મીડિયા વેઇટીંગ, વી.આઈ.પી. લોન્‍જ, વ્‍યુઇન્‍ગ ગેલેરી, રીફ્રેશમેન્‍ટ કાફે, જીમ્‍નેશીયમ, ફીઝીયોથેરાપી રૂમ વગેરે સવલતોનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મધ્‍ય ભાગમાં રણમલ તળાવ પાસેના એક માત્ર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ કે જે શહેરની વસ્‍તી તથા વિસ્‍તારના પ્રમાણમાં પૂરતો ન હોવાથી, રમતવીરો તથા શહેરની સ્‍વાસ્‍થ્‍યપ્રિય જનતા માટે એક સુવિધાસભર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ પ્રાપ્ત થશે. જેમાં દૈનિક પ્રેકટીસ તેમજ વિવિધ રમતોની સ્‍પર્ધાઓ યોજી શકાશે. માટે રમતવીરો માટે આ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખુબ જ ઉપયોગી થશે.

(1:18 PM IST)