હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિર્ભરતા સૌથી મોટો દુશ્મનઃ આત્મનિર્ભરતા ૧૦૦ દુઃખોની એક દવા
ભાવનગરની ભુમીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો દેશવાસીઓને સંદેશ : ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ : લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી : ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, સર્વાનંદ સોનોપાલ સહિતના ઉપસ્થિત : આપણા ભાવેણા-ભાવનગરે વટ પાડી દીધો... : નરેન્દ્રભાઇ ભાવનગરમાં: રોડ-શોઃ જાહેરસભામાં હકડેઠઠ જનમેદનીઃ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમઃ નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના રૂા. ૨૬ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટઃ ભારત સરકારના પોટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ રૂા. ૬૬ હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ર૦ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ હતું. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર પર મુકયો હતો અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી. પ્રારંભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહયું હતું કે, આજે ભાવેણા-ભાવનગરે વટ પાડી દીધો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભારતને જો ૨૦૪૭ સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ૧૪૦ કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.પીએમ મોદીએ આજે ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. તેમણે બાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી. પીએમ મોદીએ તેમની આગવી સ્ટાઇલમાં સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ઁભાવનગરવાળાએ તો આજે વટ પાડી દીધો હોંઁતેમણે તેમના જન્મ દિવસે શુભકામના પાઠવનારાઓનો આભાર માન્યોઅને કહ્યું આ પ્રેમ મારી શક્તિ છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શકયતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
ગુજરાતીમાં એક કહેવત છે, ૧૦૦ દુઃખની એક દવાઁ, અને મારા મતે, આ ૧૦૦ દુઃખોની એક જ દવા છે - ઁઆત્મનિર્ભર ભારતઁ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, ઁ૧૭ સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શકય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.ઁ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ઁઆ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમળદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.ઁ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું ભારતમાં સામર્થ્યની કોઈ ખોટ નથી. આઝાદી પછી કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી. જેથી આઝાદીના ૬-૭ દાયકા પછી પણ ભારત એ સફળતા હાંસલ ન કરી શકયું જેના આપણે હક્કદાર હતા. તેના બે મોટા કારણ રહ્યા, લાંબા સમય સુધી કોંગ્રેસે દેશને લાઇસન્સ રાજમાં ફસાવી રાખ્યું. જ્યારે ગ્લોબલલાઇઝેશનનો સમય આવ્યો ત્યારે માત્ર ઇમ્પોર્ટ પર જ ભાર આપ્યો અને લાખો કરોડોના ગોટાળા કર્યાં. આ નીતિઓએ ભારતની અસલી તાકાતને સામે આવતા રોકી દીધી. સાથીઓ દેશનું કેટલું નુકસાન થયું છે તેનું સૌથી મોટું ઉદાહરણ શિપિંગ સેક્ટર છે.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સી.આર.પાટીલ, મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, સર્વાનંદ સોનોપાલ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહયા હતા. (૪.૨૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
