<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ચાંદી ૧,૩૩,૮૦૦ની સર્વોચ્‍ચ સપાટીએ

મોડી રાત્રે ચાંદીમાં ૮૦૦ રૂા.નો ઉછાળોઃ સોનામાં ૬૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૧૪,૧૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨૦ : બુલીયન માર્કેટમાં  ચાંદીમાં તેજીના પગલે ચાંદીના ભાવએ ફરી સર્વોચ્‍ચ સપાટી સર કરી છે. મોડી રાત્રે ૮૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવએ ૧,૩૩,૮૦૦ની નવી ટોચની સપાટી બનાવી હતી.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે મોડી રાત્રે ચાંદીમાં ૮૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૩૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૩૩,૮૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. આ પુર્વે ચાંદીના ભાવ ૧,૩૩,૧૦૦ની ટોચની સપાટી બનાવ્‍યા બાદ ભાવો ઘટયા હતા.  મોડી રાત્રે ફરી ચાંદીના ભાવમાં ઉછાળો થતા ચાંદીના ભાવો સર્વોચ્‍ચ સપાટીએ પહોંચ્‍યા છે.

ચાંદીના સાથે સોનામાં પણ ૬૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૧૩,પ૦૦ રૂા. હતા તે વધીને ૧,૧૪,૧૦૦ રૂા. થયા હતા. સોનાના ભાવ પણ ૧,૧૪,૩૦૦ ની સર્વોચ્‍ચ સપાટી બનાવ્‍યા બાદ ઘટયા હતા અને ફરી ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.

(3:42 PM IST)