News of Saturday, 20th September 2025
સોમવારે જિલ્લા બેંકની સાધારણ સભા-સંમેલનઃ અમિતભાઇ શાહની હાજરી
રાજકોટ ડેરી, સહકારી સંઘ વગેરેની પણ બેઠકઃ બેંક ખેડૂતો માટે મોટી જાહેરાત કરશેઃ જયેશ રાદડિયાની આગેવાનીમાં તૈયારીઃ પ્રતિમા અનાવરણ

રાજકોટ તા. ર૦: જિલ્લા સહકારી બેંક, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી), જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય વગેરે સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તા. રર સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યાથી રેસકોર્ષ મેદાનમાં યોજાનાર છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રોજગાર મંત્રી મનસુખભાઇ માંડવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આયોજન અંગે જિલ્લા બેંકનાં ચેરમેન ધારાસભ્ય શ્રી જયેશ રાદડીયાના નેતૃત્વમાં તડામાર તૈયારી ચાલી રહી છે. સાધારણ સભામાં ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત થઇ શકે છે.
અગ્રણી સહકારી બેંકમાં જેની ગણના થાય છે તેવી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ૬૬ મી સાધારણ સભા આગામી તા. રરના રોજ પ્રથમ વખત રાજકોટ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જિલ્લા બેન્કના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સહકાર મહાસંમેલન યોજાશે.
રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા મુદ્રણાલય સહિતની સાત અગ્રણી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તા. રરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની હાજરીમાં યોજાનાર હોય હાલમાં રેસકોર્સ ખાતે તૈયારી ચાલી રહી છે.
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જિલ્લા બેન્ક તેમજ સંલગ્ન સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાતી હતી જેમાં પ્રથમ વખત જ રાજકોટ ખાતે યોજાનાર છે, આ સાધારણ સભાની સાથે સહકાર સંમેલન યોજાશે. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાશે.
કેન્દ્રીય મંત્રીના હસ્તે ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક ખાતે જિલ્લામાં સહકારી ક્ષેત્રનો પાયો નાખનાર સ્વ. વલ્લભભાઇ પટેલ અને વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. બાદમાં રેસકોર્સ ખાતે સાધારણ સભા અને સહકાર સંમેલન યોજાશે. (
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
