<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

યુરોપના તમામ મુખ્‍ય એરપોર્ટ પર જબરજસ્‍ત સાયબર હુમલો : ફલાઈટ્‍સમાં વિલંબ, હજારો મુસાફરો પરેશાન : ચેક ઈન સિસ્‍ટમ્‍સ સંપૂર્ણ ઠપ્‍પ થઈ ગઈ

બ્રસેલ : યુરોપના અનેક મોટા એરપોર્ટ પર શનિવારે, ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ, સાયબર હુમલાને કારણે ચેક-ઈન અને બોર્ડિંગ સિસ્‍ટમ ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે ફલાઈટ્‍સ મોડી પડી અને મુસાફરોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો. આ સાયબર હુમલાથી બ્રસેલ્‍સ, બર્લિન અને લંડનનું હીથ્રો એરપોર્ટ પણ પ્રભાવિત થયું છે.

બ્રસેલ્‍સ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્‍યું કે શુક્રવાર, ૧૯ સપ્‍ટેમ્‍બરની રાત્રે તેમની સિસ્‍ટમ પર સાયબર હુમલો થયો, જેના કારણે ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયા મેન્‍યુઅલ રીતે કરવી પડી. આ ટેકનિકલ સમસ્‍યાને કારણે એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે.

એરપોર્ટ મેનેજમેન્‍ટે મુસાફરોને ધીરજ રાખવાની અને તેમની ફલાઈટની સ્‍થિતિ નિયમિતપણે તપાસતા રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્‍યવસ્‍થા પર સાયબર સુરક્ષાના જોખમની ગંભીરતા ફરી એકવાર સામે આવી છે.

(4:05 PM IST)