<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

યમનથી મ્યાનમાર સુધીનું ભારત: પાંચ નહીં, પણ એક ડઝન ભાગલાઓએ મહાન સામ્રાજ્યને વેરવિખેર કર્યું!: 'શેટર્ડ લેન્ડ્સ'ના લેખક સેમ ડેલરીમ્પલની આ વિષય પર રોશની

આ ખુલાસાઓ આપણને ફરી એકવાર ઇતિહાસના પાના પલટાવવા માટે પ્રેરિત કરે છે અને આધુનિક ભૌગોલિક સીમાઓ પાછળ છુપાયેલા વિશાળ ઇતિહાસ વિશે વિચારવા મજબૂર કરે છે

નવી દિલ્હી: આપણે જ્યારે પણ ભારત વિશે વિચારીએ છીએ, ત્યારે આપણી નજર સમક્ષ 1947 પછીના ભારતનો નકશો આવી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે માત્ર એક સદી પહેલાં, "ભારત" એક અતિ વિશાળ ભૌગોલિક એકમ હતું, જે યમનથી લઈને મ્યાનમાર સુધી ફેલાયેલું હતું?

તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'શેટર્ડ લેન્ડ્સ'ના લેખક અને જાણીતા ઈતિહાસકાર સેમ ડેલરીમ્પલ આ વિષય પર રોશની પાડી રહ્યા છે. તેઓ કહે છે કે 1920ના દાયકામાં જ્યારે પ્રથમ ભારતીય પાસપોર્ટ જારી થયા, ત્યારે તેના પર "ભારતીય સામ્રાજ્ય" લખેલું હતું. આ પાસપોર્ટ માત્ર આજના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બર્મા (મ્યાનમાર) જ નહીં, પરંતુ આધુનિક યમનના એડન જેવા શહેરોમાં પણ જારી થતા હતા, જે તે સમયે ભારતીય સામ્રાજ્યનો એક ભાગ ગણાતું હતું.

આ વિશાળ સામ્રાજ્ય માત્ર એક નહીં, પણ એક ડઝનથી વધુ દેશોમાં વહેંચાઈ ગયું અને આ ભાગલાની અસર આજે પણ દક્ષિણ એશિયા અને અખાત પર જોવા મળે છે. ડેલરીમ્પલના આ ખુલાસાઓ આપણને ફરી એકવાર ઇતિહાસના પાના પલટાવવા માટે પ્રેરિત કરે છે અને આપણી આધુનિક ભૌગોલિક સીમાઓ પાછળ છુપાયેલા વિશાળ ઇતિહાસ વિશે વિચારવા મજબૂર કરે છે.

(7:57 PM IST)