હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં મોટો રાજકીય આરોપ: 'મહાયુતિના 90% ધારાસભ્યો મત ચોરીથી ચૂંટાયા,' સંજય રાઉતનો સનસનાટીભર્યો દાવો!
તેમણે ભાજપના નેતાઓ પર વિપક્ષ સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ લગાવ્યો, અને તેને ગણાવી "ભાજપની સંસ્કૃતિ"

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતએ મહાયુતિ ગઠબંધન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેના 90% ધારાસભ્યો "મત ચોરી" કરીને ચૂંટાયા છે. શનિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જનતા આ ધારાસભ્યોને શોધી રહી છે, કારણ કે તેઓ છેતરપિંડીથી જીત્યા છે.
લોકશાહી પર સવાલ
રાઉતે એકનાથ શિંદે, અજિત પવાર, અને ભાજપના ધારાસભ્યોને નિશાન બનાવતા કહ્યું, "આ લોકો મહારાષ્ટ્રમાં મત ચોરી કરીને ધારાસભ્ય બન્યા છે. તેઓ છેતરપિંડીથી ધારાસભ્ય બન્યા છે. તેથી જ જનતા તેમના નામ પણ જાણતી નથી." તેમણે ભાજપના નેતાઓ પર વિપક્ષ સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ લગાવ્યો, અને તેને "ભાજપની સંસ્કૃતિ" ગણાવી.
આ નિવેદન તાજેતરમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર દ્વારા NCP (SP) નેતા જયંત પાટીલના પરિવાર વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણી બાદ આવ્યું છે. આ વિવાદને પગલે શરદ પવારે પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
રાઉતના આ ગંભીર આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વિવાદ શરૂ કર્યો છે, જે આગામી સમયમાં વધુ ઉગ્ર બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
