હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ભારતીય રાજ્ય સામે લડાઈ': રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ, લખનૌ કોર્ટમાં દેશદ્રોહનો કેસ દાખલ
નિવેદનને "દેશદ્રોહી" ગણાવીને ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ નિવેદન દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે અને રાષ્ટ્રના સાર્વભૌમત્વને નબળું પાડી રહ્યું છે.

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના તાજેતરના નિવેદન, "અમે હવે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ," પર મોટો રાજકીય અને કાનૂની વિવાદ શરૂ થયો છે. આ નિવેદનને "દેશદ્રોહી" ગણાવીને એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ ઉત્તર પ્રદેશની લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
કોર્ટમાં દાખલ કરાયેલા આરોપો
ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન માત્ર રાષ્ટ્રવિરોધી જ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ એક સુનિયોજિત કાવતરું પણ છે. વકીલે કોર્ટને રાહુલ ગાંધી સહિતના અનેક ટોચના કોંગ્રેસ નેતાઓને સમન્સ પાઠવવા અને ભારતીય દંડ સંહિતા, 2023 હેઠળ દેશદ્રોહ અને કાવતરાના ગુના માટે સજા કરવાની વિનંતી કરી છે.
આ નિવેદન બાદ ભાજપ સહિત તમામ NDA પક્ષો રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ નિવેદન દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે અને રાષ્ટ્રની સાર્વભૌમત્વને નબળી પાડી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
