<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ગ્રાહકો માટે સારા સમાચાર! મધર ડેરી પછી હવે અમૂલે પણ 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા

ભાવ ઘટાડાથી આઈસ્ક્રીમ, ચીઝ અને માખણ જેવા ડેરી ઉત્પાદનોનો વપરાશ વધશે. કંપનીએ કહ્યું કે આ પગલાથી તેના 36 લાખ ખેડૂતોને પણ થશે ફાયદો

નવી દિલ્હી : મધર ડેરીના પગલે, હવે દેશની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા અમૂલએ પણ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. જીએસટી દરોમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, અમૂલે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારી 700 થી વધુ ઉત્પાદનોની નવી કિંમત સૂચિ જાહેર કરી છે. આ ભાવ ઘટાડો માખણ, ઘી, દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ અને ચોકલેટ સહિત અનેક ઉત્પાદનોને લાગુ પડશે.
 
નવા ભાવની વિગતો

આ ભાવ ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. અહીં કેટલાક મુખ્ય ઉત્પાદનોના નવા ભાવોની વિગતો છે:

• માખણ (100 ગ્રામ): હવે ₹58 માં મળશે, જે પહેલા ₹62 હતું.

• અમૂલ તાઝા ટોન્ડ મિલ્ક (1 લીટર): ₹75 થશે, જેમાં ₹2નો ઘટાડો થયો છે.

• અમૂલ ગોલ્ડ સ્ટાન્ડર્ડાઇઝ્ડ મિલ્ક (1 લીટર): ₹80 થશે.

• આઈસ્ક્રીમ (ટબ વેનીલા મેજિક 1 લીટર): ₹15નો ઘટાડો કરીને ₹180 થશે.

• અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો): ₹575 થી ઘટીને ₹545 થશે.

ખેડૂતો અને ગ્રાહકો બંનેને લાભ
અમૂલે એક નિવેદનમાં જણાવ્યું કે આ ભાવ ઘટાડાથી ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણ જેવા ડેરી ઉત્પાદનોનો વપરાશ વધશે. કંપનીએ કહ્યું કે આ પગલાથી તેના 36 લાખ ખેડૂતોને પણ ફાયદો થશે, કારણ કે વપરાશ વધવાથી ઉત્પાદકોની આવકમાં પણ વધારો થશે. આ નિર્ણયથી ગુણવત્તા, પોષણક્ષમતા અને વિશ્વાસ જાળવી રાખીને ગ્રાહકોની સેવા કરવાના અમૂલના વારસાને વધુ મજબૂતી મળશે.

 

(11:49 PM IST)