<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

અમેરિકાના સાઉથ કેરોલિનામાં થયેલી ગુજરાતી મહિલા કિરણબેન પટેલની હત્યાનો આરોપી ઝડપાયો

સિંગલાવ ગામના વતની કિરણબેનની સ્ટોર પર બુકાનીધારીએ ગોળી મારીને હત્યા કરી હતી :આરોપી સ્ટોર નજીક જ રહેતો હતો. પોલીસે આરોપીની ઓળખ ઝેદાન મેક હિલ તરીકે કરી

અમેરિકાના સાઉથ કેરોલિનામાં થયેલી એક ગંભીર ઘટનામાં ગુજરાતી મહિલા કિરણબેન પટેલની હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. ગુજરાતના સિંગલાવ ગામના વતની કિરણબેનની સ્ટોર પર બુકાનીધારીએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ હતી 

   પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિરણબેનની હત્યા કરનાર આરોપી સ્ટોર નજીક જ રહેતો હતો. પોલીસે આરોપીની ઓળખ ઝેદાન મેક હિલ તરીકે કરી છે અને તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે લૂંટ અને હત્યા સહિતના ગંભીર ચાર્જ લગાવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને નાના સ્ટોર અને વ્યવસાયો ચલાવતા લોકો માટે સુરક્ષા એક મોટી ચિંતા બની રહી છે

   આરોપી ઝડપાતા કિરણબેનના પરિવારજનો અને ગુજરાતી સમાજે રાહત અનુભવી છે. તેઓ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારોમાં પણ ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. જોકે, પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા જાગી છે

(12:04 AM IST)