હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
ભાવનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર વચ્ચે હાસ્યની ક્ષણો
માયાભાઈ આહીર તેમની વિનોદી શૈલીમાં કંઈક કહી રહ્યા હતા, જેના પર વડાપ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા

આજે ભાવનગર ખાતે યોજાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય કાર્યક્રમની પૂર્ણ થયા બાદ એક અસામાન્ય અને હ્રદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન મોદી ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકાર શ્રીમાયાભાઈ આહીર સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા, જ્યાં બંને મહાનુભાવો વચ્ચે હસી-મજાકની પળોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ મુલાકાત દરમિયાન, માયાભાઈ આહીર તેમની વિનોદી શૈલીમાં કંઈક કહી રહ્યા હતા, જેના પર વડાપ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈને આ હાસ્યની પળોએ આનંદિત કર્યા હતા. આ ફોટો માત્ર એક મુલાકાત નહીં, પરંતુ લોકકલા અને નેતૃત્વ વચ્ચેના સુંદર સંબંધને દર્શાવે છે.( સંજય ડાંગર અકિલા)
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
