<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

આનંદો...કાલથી શેમ્પૂ, સાબુ, બાળકોના ઉત્પાદનો, જીવન અને આરોગ્ય વીમો અને ઘણી બધી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે

જીએસટી રેટ ઘટાડ્યાં બાદ સરકારે હવે તે સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે એક પોર્ટલ શરુ કર્યું: નવા દરો, બિલિંગ અને ડિસ્કાઉન્ટ અંગે તમે તમારી ફરિયાદ સબમિટ કરી શકાશે

નવી દિલ્લી: નવરાત્રી 22 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થશે. આ દિવસે નવા GST દરો પણ અમલમાં આવશે, જેના કારણે શેમ્પૂ, સાબુ, બાળકોના ઉત્પાદનો, જીવન અને આરોગ્ય વીમો અને ઘણી બધી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. જીએસટી રેટ ઘટાડ્યાં બાદ સરકારે હવે તે સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે એક પોર્ટલ શરુ કર્યું છે જેના પર તમે નવા દરો, બિલિંગ અને ડિસ્કાઉન્ટ અંગે તમે તમારી ફરિયાદ સબમિટ કરી શકો છો.

નવી સિસ્ટમ હેઠળ, GST સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન  https://consumerhelpline.gov.in ) ના ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ (IGRAM) પોર્ટલ પર એક અલગ શ્રેણી બનાવવામાં આવી છે. તેમાં ઓટોમોબાઇલ, બેંકિંગ, FMCG અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને આવરી લેતી પેટા શ્રેણીઓ પણ છે.

(12:30 PM IST)