<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

EDના દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ઇમ્પિરિયલ ગ્રુપના ચેરમેન અને સહયોગીઓના પરિસરમાં દરોડા : 80 કરોડથી વધુની બેનામી વિદેશી સંપત્તિ મળી

તપાસમાં દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કંપનીઓ, બેંક ખાતાઓ અને મિલકતોનો ખુલાસો : દરોડામાં જૂની 500 ચલણી નાણું સહિત 50 લાખ રોકડા મળ્યા 14,700 US ડોલર, 3 લોકર જપ્ત

દિલ્હી : EDએ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ઇમ્પિરિયલ ગ્રુપના ચેરમેન મનવિંદર સિંહ, તેમની પત્ની સાગરી અને સહયોગીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જેમાં રૂપિયા 80 કરોડથી વધુની બેનામી વિદેશી સંપત્તિ મળી આવી હતી. તપાસમાં દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કંપનીઓ, બેંક ખાતાઓ અને મિલકતોનો ખુલાસો થયો હતો. શિમલાના નલદેહરા પ્રોજેક્ટમાં રૂપિયા 29 કરોડની રોકડ ઉચાપતના પુરાવા પણ મળી આવ્યા હતા.

 

EDએ 19 અને 20 સપ્ટેમ્બરના  હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં દિલ્હી સ્થિત ઇમ્પિરિયલ ગ્રુપના ચેરમેન મનવિંદર સિંહ, તેમની પત્ની સાગરી સિંહ અને તેમના સહયોગીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ED એ FEMA એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે મનવિંદર સિંહ અને તેમની પત્નીએ વિદેશમાં ઘણી કંપનીઓ અને મિલકતોમાં બેનામી રોકાણ કર્યું હતું. આ મિલકતો અને બેંક ખાતા સિંગાપોર, દુબઈ, બ્રિટિશ વર્જિન ટાપુઓ અને થાઇલેન્ડમાં સ્થિત છે. 

 

સિંગાપોર સ્થિત એરોસ્ટાર વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અને દુબઈ સ્થિત યુનાઇટેડ એરોસ્પેસ DWC LLCમાં મનવિંદર અને સાગરી સિંહનો હિસ્સો હોવાનુ સામે આવ્યું છે. જેમાં દુબઈની એક કંપની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો, અસુરક્ષિત લોન અને કરોડો રૂપિયાના પગાર ચુકવણીનું નેટવર્ક...મે 2025માં, દુબઈની એક કંપનીએ 7 કરોડ રૂપિયાનું રોબિન્સન-66 હેલિકોપ્ટર ખરીદ્યું, જે હિમાચલમાં ઔરમાહ વેલી પ્રોજેક્ટ માટે ભારત લાવવામાં આવ્યું હતું. 31 માર્ચ, 2025 સુધીમાં દુબઈ સ્થિત આ કંપની પાસે આશરે 38 કરોડ રૂપિયાની વિદેશી સંપત્તિ હોવાનું જાણવા મળ્યું હતું. થાઈલેન્ડના કોહ સમુઈમાં સ્થિત વિલા સમાયરાની અંદાજિત કિંમત 16 કરોડ રૂપિયા છે. બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કંપનીઓ અને સિંગાપોરમાં ઓફશોર બેંક ખાતાઓ મળ્યા છે.

 

દરોડામાં જૂની 500 ચલણી નાણું સહિત 50 લાખ રોકડા મળ્યા 14,700 US ડોલર, 3 લોકર જપ્ત

    અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને બેંક પાસબુક

 મળી આવ્યું છે.

 

EDના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જપ્ત કરાયેલા દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડના આધારે, આ અઘોષિત વિદેશી સંપત્તિઓ અને ખાતાઓની કુલ કિંમત ₹80 કરોડથી વધુ છે. દરોડા દરમિયાન, શિમલાના નાલદેહરામાં ઔરમાહ વેલી પ્રોજેક્ટમાં રોકડ વ્યવહારોના પુરાવા મળી આવ્યા હતા. ફ્લેટના વેચાણમાંથી મળેલી રકમનો એક ભાગ રોકડમાં એકત્રિત કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ₹29 કરોડ રોકડમાં પ્રાપ્ત થયા છે. EDને શંકા છે કે આ રોકડ હવાલા નેટવર્ક અને અન્ય ચેનલો દ્વારા વિદેશમાં મોકલવામાં આવી હતી અને બાદમાં બેનામી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું અથવા ભારતમાં પરત મોકલવામાં આવ્યું હતું. EDએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને આ નેટવર્ક સંબંધિત વધુ ખુલાસાઓ બહાર આવી શકે છે.

(2:39 PM IST)