<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

કાલથી શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો પ્રારંભ

આ વર્ષે નવ નહીં, 10 નોરતા! પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે

આવતીકાલથી શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 22ની સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે.

 

નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને શાંતિ કળશ પણ કહેવામાં આવે છે. ઘટ સ્થાપના બાદ જ દુર્ગા પૂજા અનુષ્ઠાનનો પ્રારંભ થઈ શકે છે. આમ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું વિષે મહત્વ હોવાથી શુભ મુર્હુત જોઈને જ ઘટ સ્થાપના કરવામાં આવે છે.

 

ઘટ સ્થાપના કરતાં સમયે સાતે સમુદ્ર, તમામ નદીઓ, દેવી-દેવતાઓ, દિકપાળોનું આહ્વાન કરવામાં આવે છે. બાદમાં તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ કળશમાં શુભ તત્વોને સંભાળતા ભગવાન ગણેશજી બિરાજમાન થઈને તમામ કાર્યને નિર્વિઘ્નતાના આશીર્વાદ આપે છે. 

 

 ઘટસ્થાપના માટે 22 સોમવારના સવારનાં મુહૂર્ત: 06:35થી 08:05, અભિજિત મુહૂર્ત: 12:10થી 12:50 તેમજ સાંજનાં મુહૂર્ત: 5:00થી 7:45 વાગ્યા સુધી સારા મુર્હુત છે.

(3:29 PM IST)