<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ટ્રમ્‍પની અફઘાનિસ્‍તાનને ધમકીઃ બગરામ એરપોર્ટ પાછું આપો

તાલિબાને ટ્રમ્પને જવાબ આપતાં કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી કોઈપણ યુએસ સૈનિકો પાછા ખેંચવાને મંજૂરી નહીં આપે અને બગરામ એરપોર્ટ પાછું પણ નહીં આપે.

વોશિંગ્‍ટનઃ જ્યારથી ટ્રમ્પ અમેરિકાના બીજી વાર પ્રેસિડન્ટ બન્યાં છે ત્યારથી તેઓ કોઈને કોઈ ઉપદ્રવ મચાવી રહ્યાં છે અને વધુ એક વાર તેમનો ઉગ્ર સ્વભાવ જોવા મળ્યો છે. આ વખતે તેઓ નાના છોકરા જેમ વસ્તુ માટે લડતાં હોય તેવી રીતે લડ્યાં અને એક દેશને ધમકી આપી કે અમારી આ વસ્તુ પાછી આપી દો નહીંતર પરિણામ સારુ નહીં આવે.

ટ્રમ્પે અફઘાનિસ્તાને ધમકી આપતાં કહ્યું કે અફઘાનિસ્તાને બગરામ એરપોર્ટ અમેરિકાને પાછુ આપી દેવું જોઈએ નહીંતર તેમને ગંભીર પરિણામ ભોગવવું પડશે. ટ્રમ્પે કહ્યું, "અમે હાલમાં અફઘાનિસ્તાન સાથે વાત કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે બગરામ એર બેઝ ટૂંક સમયમાં અમારા નિયંત્રણમાં આવે. જો અફઘાનિસ્તાન એવું નહીં કરે, તો તમને ખબર પડશે કે હું શું કરીશ. અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબુલ નજીક એક મુખ્ય અફઘાન એરબેઝને ફરીથી કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે. લંડનની તાજેતરની મુલાકાત દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકા એરબેઝ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલાં તાલિબાને ટ્રમ્પને જવાબ આપતાં કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી કોઈપણ યુએસ સૈનિકો પાછા ખેંચવાને મંજૂરી નહીં આપે અને બગરામ એરપોર્ટ પાછું પણ નહીં આપે. તાલિબાન વિદેશ મંત્રાલયના રાજકીય નિર્દેશક ઝાકિર જલાલીએ એક X પોસ્ટમાં લખ્યું છે કે અફઘાનિસ્તાન અને અમેરિકાએ વાતચીત કરવી જોઈએ.

બગરામ એરપોર્ટ અફઘાનિસ્તાનું મહત્વનું એરપોર્ટ છે. લગભગ બે દાયકાથી નાટો દળો માટે મુખ્ય મથક, બગ્રામ એર બેઝ, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો તેના થોડા સમય પહેલા જ અફઘાન સેનાને સોંપવામાં આવ્યો હતો. 2021 માં અમેરિકી સૈનિકો પાછા ખેંચાયા પછી તાલિબાન સરકારે બગરામ એરબેઝનો કબજો સંભાળી લીધો હતો.

(3:33 PM IST)