<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સાડી, શર્ટ, જીન્‍સ, શૂઝ અને કાર્પેટ સસ્‍તા

GST દરમાં ઘટાડો થવાથી ખરીદી વધુ સસ્‍તી થશે અને સામાન્‍ય માણસનું બજેટ સરળ બનશે : રૂા.૨,૫૦૦ કે તેથી ઓછી કિંમતના કપડા અને જૂતા પર હવે ૫% GST લાગશે

 

નવી દિલ્‍હી તા.૨૨: સામાન્‍ય માણસ માટે મોટી રાહતના સમાચાર છે. GST ના નવા દર આજથી અમલમાં આવ્‍યા છે. હવે, ખાવા-પીવાથી લઈને કપડાં, જૂતા અને કાર અને બાઇક સુધીની બધી રોજિંદી વસ્‍તુઓ સસ્‍તી થશે. સરકારે ૧૨% અને ૨૮% ટેક્‍સ સ્‍લેબ નાબૂદ કર્યા છે, અને હવે ફક્‍ત બે ટેક્‍સ સ્‍લેબ હશે - ૫% અને ૧૮% કપડાં અને ફૂટવેર, તેમજ પથારી, ટુવાલ, માનવસર્જિત રેસા, યાર્ન અને કાપડ, હસ્‍તકલા, કાર્પેટ અને ફલોરિંગ પર GST દર ઘટાડવામાં આવ્‍યા છે.

રૂા.૨,૫૦૦ કે તેથી ઓછી કિંમતના કપડા અને ફૂટવેર પર હવે ૫% GST લાગશે. અગાઉ, રૂા.૧,૦૦૦ સુધીના વષાો ૫% હતા, અને રૂા.૧,૦૦૦ થી વધુ કિંમતના ૧૨% હતા. રૂા.૨,૫૦૦થી વધુ કિંમતના શર્ટ, સાડી અથવા જીન્‍સ પર GST ૧૨% થી વધારીને ૧૮%  કરવામાં આવ્‍યો છે. પથારી, ટુવાલ અને અન્‍ય ઉત્‍પાદિત કપડાંની વસ્‍તુઓ પર GST પણ ૧૨% થી ઘટાડીને ૫%  કરવામાં આવ્‍યો છે.

માનસર્જિત રેસા પરનો દર ૧૮% થી ઘટાડીને ૫% અને યાર્ન પર ૧૨%થી ઘટાડીને ૫% કરવામાં આવ્‍યો છે. આનાથી મૂળભૂત કાપડ સામગ્રીની કિંમત ઘટશે. હસ્‍તકલા/હેન્‍ડલૂમ/કાર્પેટ/ફલોર કવરિંગ પરનો GST પણ ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્‍યો છે. આનાથી કારીગરો અને ગ્રામીણ ઉદ્યોગોને ફાયદો થશે જે હસ્‍તકલા અને પરંપરાગત વસ્‍તુઓનું ઉત્‍પાદન કરે છે.

તૈયાર વષાો - કિંમત = રૂા.૧,૦૦૦ ૫% ૫% (કોઈ ફેરફાર નહીં)

તૈયાર વષાો- કિંમત  રૂા.૧,૦૦૦ થી  રૂા.૨,૫૦૦ ૧૨% ૫%

તૈયાર વષો -  રૂા.૨,૫૦૦ થી વધુ કિંમત ૧૨% ૧૮%

માનવ-નિર્મિત રેસા ૧૮% ૫%

યાર્ન ૧૨% ૫%

હસ્‍તકલા/હેન્‍ડલૂમ/પરંપરાગત કાર્પેટ/ફલોર કવરિંગ ૧૨% ૫%

હવે, શર્ટ, જીન્‍સ, ટી-શર્ટ અને રૂા.૨,૫૦૦ સુધીની કિંમતના સાડી જેવા વષાો પર GST ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્‍યો છે. આનો અર્થ એ થયો કે ૨,૦૦૦ રૂપિયાની કિંમતનો શર્ટ હવે ૨,૨૪૦ રૂપિયાને બદલે માત્ર ૨,૧૦૦ રૂપિયામાં મળશે. એટલે કે ૧૪૦ રૂપિયાની બચત થશે

એ જ રીતે, ૨,૫૦૦ રૂપિયા સુધીના જૂતા (ચામડા, રબર અથવા પ્‍લાસ્‍ટિકના તળિયાવાળા) પર GST ૧૨% થી ઘટાડીને ૫્રુ કરવામાં આવ્‍યો છે. હવે, ૨૪૦ રૂપિયાને બદલે, ૨,૦૦૦ રૂપિયાની કિંમતના જૂતા પર માત્ર ૧૦૦ રૂપિયાનો ટેક્‍સ લાગશે. આનો અર્થ એ થયો કે તમારા જૂતા ૧૪૦ રૂપિયા સસ્‍તા થશે.(૩૮.૧૧)

(10:06 AM IST)