હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હચમચાવી નાખે એવી ઘટનાઃ દહેજ માટે પરિણીતાને રૂમમાં પૂરી સાપ છોડ્યો, ડંખ માર્યો તો બહાર ઉભા-ઉભા હસતો રહ્યો પતિ
સાપે ડંખ મારતા તેની હાલત ગંભીરઃ પોલીસે નોંધ્યો કેસ

કાનપૂર તા.૨૨: દેશભરમાં દહેજ ઉત્પીડનના કિસ્સા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે કાનપુરથી હચમચાવી નાખે એવો ભયંકર કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતા રેશમના પિતાએ દહેજ ન આપતા તેના પતિ અને સાસરિયાઓએ એક બંધ રૂમમાં બંધ કરી દીધી અને રૂમમાં એક ઝેરી કોબ્રા સાપ છોડી દીધો. જ્યારે સાપે રેશમને ડંખ માર્યો, ત્યારે સાસરિયાઓ ઘટનાસ્થળે ઉભા રહીને હસતા રહ્યા. રેશમની બહેનને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેશમને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
ચમનગંજની રહેવાસી રિઝવાનાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેની બહેન રેશમના લગ્ન ૧૯ માર્ચ ૨૦૨૧ના રોજ કર્નલગંજના શાહનવાઝ સાથે થયા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા મહિનાઓ બાદ રેશમનો પતિ અને તેના સાસરિયાઓએ દહેજની માંગણીઓ શરૂ કરી. તેઓએ રેશમ માટે રૂમ બનાવવાના નામે ૧.૫ લાખ રૂપિયાની માંગણી કરી, જે રેશમના પિતાએ ખૂબ મુશ્કેલીથી પૂરી કરી. પરંતુ તેમની દહેજની ભૂખ શાંત ન થઈ અને તેમણે વધુ ૫ લાખ રૂપિયાની માંગણી કરી. આ રકમ ન આપવાથી ગુસ્સે ભરાયેલા સાસરિયાઓએ ૧૮ સપ્ટેમ્બરે રેશમને એક જૂના રૂમમાં પૂરી દીધી.
રેશમને રૂમમાં બંધ કરીને રૂમમાં કોબ્રા સાપ છોડવાની ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી દીધો. મોડી રાત્રે સાપે રેશમને ડંખ માર્યો અને તેની ચીસો સાંભળીને સાસરિયાઓ હસતા રહ્યા. રેશમે પોતાના ફોનથી પરિવારને આ ઘટનાની જાણ કરી. તેની બહેન તરત જ ઘટનાસ્થળે પહોંચી અને રેશમને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરોના જણાવ્યા મુજબ, રેશમને સાપે ડંખ મારતા તેની હાલત ગંભીર છે.
રિઝવાનાની ફરિયાદના આધારે કાનપુર પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપી સાસરિયાઓની ધરપકડની તૈયારી કરી રહી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને દહેજ ઉત્પીડન સામે કડક કાયદાઓ લાગુ કરવાની માંગ કરી છે.ન્(૩૮.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
