<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

આજથી રેલ નીરની પાણીની બોટલ્‍સ હવે સસ્‍તી

જીએસટી ઘટાડા બાદ નવા દરો જાહેરઃ રેલ નીરની મહત્તમ વેચાણ કિંમત (MRP) ૧ લિટર માટે રૂ.૧૫ થી ઘટાડીને ૧૪ રૂપિયા અને અડધા લિટર માટે ૧૦ રૂપિયા કરવામાં આવી

 

નવી દિલ્‍હી,તા.૨૨: જીએસટી ઘટાડો આજથી   અમલમાં આવવાનો છે અને દરેક વ્‍યક્‍તિ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઞ્‍લ્‍વ્‍ ઘટાડાને કારણે, ઘણી રોજિંદા વસ્‍તુઓ સસ્‍તી થઈ રહી છે, જેમ કે ઘણી કંપનીઓ પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે. શેમ્‍પૂ અને સાબુથી લઈને કાર અને બાઇક સુધીની દરેક વસ્‍તુના ઉત્‍પાદકોએ કિંમત ઘટાડાની જાહેરાત કરી છે, જે આજથી  અમલમાં આવશે. આ દરમિયાન, ભારતીય રેલવેએ પણ તેના મુસાફરોને એક મહત્ત્વપૂર્ણ ભેટ આપી છે.

રેલવે વિભાગે ટ્રેનો અને સ્‍ટેશનો પર રેલ નીર બ્રાન્‍ડ હેઠળ વેચાતા બોટલબંધ પાણીના ભાવ ઘટાડ્‍યા છે. રેલવેએ ૧ લિટર અને ૧/૨ લિટર પાણીની બોટલોના ભાવ ઘટાડ્‍યા છે. રેલવે મંત્રાલયે એક પરિપત્રમાં આ જાહેરાત કરી હતી. રેલવેએ જણાવ્‍યું હતું કે જીએસટી ઘટાડાનો લાભ મુસાફરો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

ભારતીય રેલવેએ જણાવ્‍યું છે કે જીએસટી ઘટાડાનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, રેલ નીરની મહત્તમ વેચાણ કિંમત (એમઆરપી) ૧ લિટર માટે રૂ.૧૫ થી ઘટાડીને ૧૪ રૂપિયા અને અડધા લિટર માટે ૧૦ રૂપિયા કરવામાં આવી છે.

ભારતીય રેલવેએ જણાવ્‍યું હતું કે જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ ઘટાડાથી મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે. રેલવે મંત્રાલયે આ માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી, જ્‍યાં ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે વિક્રેતાઓ હજી પણ તેમને રૂ.૧૫ ની બોટલ રૂ.૨૦ માં વેચે છે.

૩ સપ્‍ટેમ્‍બરના રોજ, જીએસટી  કાઉન્‍સિલે ચાર જીએસટી સ્‍લેબ નાબૂદ કરવા અને તેના સ્‍થાને બે મૂકવાના સરકારના પ્રસ્‍તાવને મંજૂરી આપી. ૨૨ સપ્‍ટેમ્‍બરથી, ૧૨ ટકા અને ૨૮ ટકા સ્‍લેબ નાબૂદ કરવામાં આવશે, જેનાથી ફક્‍ત ૫ ટકા અને ૧૮ ટકા સ્‍લેબ અમલમાં રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્‍યું છે કે આ જીએસટી ઘટાડાનો લાભ સીધો જનતા સુધી પહોંચશે. ગ્રાહકો સુધી લાભ પહોંચાડવામાં કોઈપણ અવરોધ કે નિષ્‍ફળતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર દ્વારા નવા જીએસટી દરની બાદ, તેની મોટી અસર જોવા મળી છે. મધર ડેરીએ મંગળવારે દૂધના ભાવ ઘટાડ્‍યા છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે. નવા જીએસટી દર આજથી  લાગુ થવા જઈ રહ્યા છે, પરંતુ આ પહેલા પણ કંપનીએ તેના પેકેજ્‍ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ તેના ૧ લિટર ટોન્‍ડ ટેટ્રા પેક દૂધના ભાવ ૭૭ રૂપિયાથી ઘટાડીને ૭૫ રૂપિયા કર્યા છે. આ ઉપરાંત, ઘી અને ચીઝ સહિત અન્‍ય વસ્‍તુઓના ભાવ પણ ઘટાડવામાં આવ્‍યા છે.(૪૦.૩)

(10:17 AM IST)