અમિતભાઇ શાહ રાજકોટમાં : વિરાટ સહકારી સંમેલન
રાજકોટ જિલ્લા બેંક ડેરી સહિતની સહકારી સંસ્થાઓની સામાન્ય સભા : જયેશ રાદડિયાના નેતૃત્વમાં શકિત પ્રદર્શન : વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇની પ્રતિમાનું અનાવરણ : ખેડૂતો માટે બેંકની આકર્ષક જાહેરાતની તૈયારી : ખેડૂતો ઉમટયા

રેસકોર્ષ મેદાનમાં ચિકકાર મેદની ઉમટી પડીઃ રાજકોટઃ કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે રાજકોટમાં છે ત્યારે આ સભામાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉમટી પડયા છે ફાઇલ તસ્વીરમાં અમિતભાઇ શાહ અને જયેશભાઇ રાદડીયા જોવા મળે છે. જયારે વચ્ચેની તસ્વીરમાં માનવમેદની જોવા મળે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા ૨૨: સૌરાષ્ટ્રની અગ્રણી રાજકોટ જિલ્લા સહકારી બેંક તેમજ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને અન્ય પાંચ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ છે જેમાં હાજરી આપવા કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે. જિલ્લા બેંકના ચેરમેન ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા ની આગેવાનીમાં આજે ખેડૂત શક્તિ પ્રદર્શન યોજાયેલ છે સભાને સંબોધન પૂર્વે અમિતભાઈના હસ્તે જિલ્લા બેંક ભવન ખાતે બેંકના બે પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું એનાવરણ કરવામાં આવશે. ગળહ મંત્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા સહકારી બેંક દ્વારા દર વર્ષે જામકંડોળામાં વાર્ષિક સાધારણ સભા યોજાતી હોય છે આ વખતે પ્રથમ વખત વિરાટ સ્વરૂપે રાજકોટમાં સાધારણ સભાયા જાય છે જેમાં બેંક દ્વારા ખેડૂતો માટે ડિવિડન્ડ સહિત કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવા સંકેત છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવીયા રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત સાંસદો ધારાસભ્યો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અતિથિ વિશેષ તરીકે છે. અમિતભાઈ ની હાજરીમાં રાજકોટમાં પ્રથમ વખત બેંકની સાધારણ સભા સ્વરૂપે સહકાર સંમેલન મળી રહ્યું છે.
આજથી જ જીએસટી સુધારણા નો અમલ થયો છે રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ નજીકના ભવિષ્યમાં થવાનો વરતારો છે તેવા સમયે જ જયેશ રાદડિયા ના નેતળત્વમાં યોજાયેલા કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાયેલ છે તેમાં રાજકોટ જિલ્લા બેંક, જિલ્લા ડેરી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા કોટન માર્કેટ યુનિયન, જિલ્લા પ્રકાશ અને મુદ્રા લિ. જિલ્લા બેંક કર્મચારી મંડળી વગેરેનો સમાવેશ થાય છે.
સહકારી સંમેલન સાથે.. સાથે...
* રાજકોટમાં સહકારી સંમેલનમાં પ્રથમ વખત કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહની હાજરી છે.
* કાર્યક્રમ સ્થળ રેસકોર્ષ ખાતે ૪ર લોકો બેસી શકે તેવું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે.
* મુખ્ય મંચ પર નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, મનસુખ માંડવિયા, વિઠ્ઠલભાઇ રાદડિયા, જયેશ રાદડિયા વગેરેના ફોટાવાળુ બેનર છે.
* રાજકોટ જિલ્લા બેંક અને અન્ય ૬ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા એક જ સ્થળે રાખવામાં આવી છે.
* સભા-સંમેલન સ્થળે ૩૦ હજારથી વધુ ખુરશીઓ રાખવામાં આવી છે. જરૂર પડયે બેઠક વ્યવસ્થા વધારી શકાશે.
* વરસાદથી રક્ષણ આપતો વિશાળ જર્મન ડોમ તેમજ પંખા, કુલર વગેરેની વ્યવસ્થા છે.
* અલગ-અલગ સ્થળે પાર્કિંગની વ્યવસ્થા છે.
* ખેડૂતો માટે રસ્તામાં કાલાવડ રોડ, કણકોટ રોડ વગેરે જગ્યાએ બપોરના ભોજનની તેમજ કાર્યક્રમ પૂરો થયા પછી રસ્તામાં તે જ સ્થળે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
* કાર્યક્રમ સ્થળે ચા-પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે.
* અમિતભાઇ શાહના આગમન વખતે બાળાઓ દ્વારા અને સહકારી સંસ્થાઓના આગેવાનો દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવશે.
* સભા સ્થળે અને તેને લાગુ રસ્તાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
* સામાન્ય સભા પૂર્વે બેંકની બોર્ડ બેઠક મળેલ તેમાં લેવાયેલ નિર્ણય મુજબ ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવશે.
* બેંકની મુખ્ય કચેરી ચૌધરી હાઇસ્કુલ પાસે સહકારી નેતા વલ્લભભાઇ પટેલ અને વિઠ્ઠલભાઇ રાદડિયાની નવી પ્રતિમા મુકવામાં આવી છે. તેનું કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે અનાવરણ કરાશે.
* સંમેલનમાં અકસ્માત વીમાની રકમના ચેકના વિતરણનું અને મોટર સાઇકલ વિતરણનું આયોજન છે.
* સંમેલનના પ્રચારાર્થે રેસકોર્ષ આસપાસ હોર્ડીંગ્ઝ લગાવાવમાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
