હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વર્ષે ૧ કરોડ રૂપિયાથી વધારે કમાણી કરતા લોકોની સંખ્યા ૬ વર્ષમાં ત્રણગણી વધી
ભારતમાં આવા કરતાદાઓની સંખ્યા ૮૧,૦૦૦થી વધીને ૨.૨૭ લાખ થઈ ગઈ

નવી દિલ્હી,તા.૨૨: હુરૂન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ ૨૦૨૫ મુજબ ભારતમાં એક કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા ઇન્કમ-ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરનારા લોકોની સંખ્યા ૬ વર્ષ (૨૦૧૮-૨૦૨૪)માં લગભગ ત્રણગણી વધી ગઈ છે. સત્તાવાર ઇન્કમ-ટેક્સ ડેટા અનુસાર અસેસમેન્ટ યર (AY) ૨૦૧૭-'૧૮માં આશરે ૮૧,૦૦૦ કરદાતાઓની આવક એક કરોડ રૂપિયાથી વધુ હતી. આ સંખ્યા ૨૦૨૩-'૨૪ સુધીમાં વધીને આશરે ૨.૨૭ લાખ થઈ છે. આ વધારો ભારતમાં સમૃદ્ધિની ઝડપી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે જે આર્થિક વિકાસ, ઉદ્યોગ-સાહસિકતા અને મજબૂત ઇક્વિટી બજારની વૃદ્ધિને આભારી છે. આ અહેવાલ એ પણ દર્શાવે છે કે કરોડપતિ બનવું સહેલું છે, પણ માત્ર થોડા લોકો અતિ-શ્રીમંત કેટેગરીમાં પહોંચે છે. લાખો લોકો હવે એક કરોડ રૂપિયાથી વધુના આવક-બ્રેકેટમાં પ્રવેશી ચૂક્યા છે ત્યારે પાંચ કરોડ રૂપિયા, ૧૦ કરોડ રૂપિયા કે એથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. આનો અર્થ એ છે કે અતિ-ધનિક શ્રેણી સુધી પહોંચવું હજી પણ ફક્ત થોડા લોકો માટે જ શક્ય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
