હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાનપુર-દિલ્હી ફલાઇટમાં ઉંદરઃ પ્રવાસીઓમાં અફરાતફરીઃ ફલાઇટ રોકી દેવાઈ
ફલાઈટની અંદર આ ઉંદર કેવી રીતે આવ્યો તે એક તપાસનો વિષય

કાનપુર,તા.૨૨: અહીંના એરપોર્ટ પર એક અજીબોગરીબ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, કાનપુર એરપોર્ટ પરથી દિલ્હી જતી ફલાઈટ ઉડાન ભરવા માટે તૈયારીમાં હતું ત્યારે ફલાઈટ અંદર એક નાનકડો ઉંદર જોવા મળ્યો.
આ ઘટના બાદ મુસાફરીની સલામતીને ધ્યાનમાં રાખીને ઉડાનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. જોકે, ફલાઈટની અંદર આ ઉંદર કેવી રીતે આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે.
દિલ્હીથી કાનપુર એરપોર્ટ પર બપોરે ૨:૧૦ વાગ્યે ઉતરેલું વિમાન ૨:૫૦ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. ઉડાન પહેલાની તૈયારીઓ દરમિયાન ક્રૂ મેમ્બરની નજર વિમાનની કેબિનમાં ફરતા એક ઉંદર પર પડી હતી.
જે બાદ યાત્રીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સે તાત્કાલિક ઉડાન રોકી દીધી અને તમામ યાત્રીઓને વિમાનમાંથી બહાર લાવવામાં આવ્યા.
ફલાઈટમાં ઉંદર હોવાની જાણ થતાની સાથે એરપોર્ટ સ્ટાફે વિમાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. એરલાઇન્સના ટેકનિકલ સ્ટાફ અને ગ્રાઉન્ડ ક્રૂએ સાથે મળીને વિમાનના દરેક ખૂણે-ખૂણાની તપાસ કરી, જેથી ઉડાન દરમિયાન કોઈ જોખમ ન થાય. આ સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટાફે સુનિヘતિ કરવાનો પ્રયાસ કર્યો કે વિમાન સંપૂર્ણ રીતે સલામત છે કે નહીં, જેથી યાત્રીઓને કોઈ સમસ્યા ન થાય.
આ ઘટના બાદ ઘાણ યાત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ મોટાભાગના યાત્રીઓએ એરલાઇન્સના આ નિર્ણયને સુરક્ષાની લ્લષ્ટિએ યોગ્ય ગણાવ્યો. એરપોર્ટ અધિકારી સૂત્રો પ્રમાણે જ્યાં સુધી ફલાઈટમાંથી ઉંદર મળી ન જાય અને વિમાન સંપૂર્ણ રીતે સલામત જાહેર નહીં થાય, ત્યાં સુધી ઉડાન શરૂ નહીં થાય









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
