<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

 

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ ૧૦૨

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૧૦૨: ‘‘પોતાના ભીતર અને બહાર એકી સાથે આત્‍માની કલ્‍પના કરો, ત્‍યાં સુધી કે સંપૂર્ણ અસ્‍તિત્‍વ આત્‍મવાન ના થઇ જાય.''

જયાં સુધી તમને એવું ના લાગવા લાગે કે બધા ભેદ સમાપ્‍ત થઇ ગયા, બધી સીમાઓ વિલીન થઇ ગઇ અને જગત ફકત ઊર્જાનો મહાસાગર રહી ગયો છે. આ વાસ્‍તવિકતા પણ છે. પરંતુ વિધિમાં તમે જેટલા ગહેરા ઉતરશો તો એટલા જ ભયભીત થઇ જશો. તમને લાગશે કે તમે પાગલ થઇ રહ્યા છો કારણ કે તમારી બુધ્‍ધિ ભેદોથી બની છે. તમારી આ કહેવાતી વાસ્‍તવિકતાથી બનેલી છે. અને જયારે એવી વાસ્‍તવિકતા સમાપ્‍ત થવા લાગે છે તો સાથે સાથે તમને લાગે છે  કે તમારી બુધ્‍ધિ નાશ પામી રહી છે.  (૩.૩)

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:02 PM IST)