હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘સમુદ્ર સે સમૃધ્ધિ' કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્રભાઈએ જૂનાગઢ ભાજપા પ્રમુખ રૂપારેલિયાને આશિર્વાદ આપ્યા

જૂનાગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર ખાતે સમુદ્ર સે સમળદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જુનાગઢ મહાનગરનાં અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયાને આમંત્રણ હતું ત્યારે મોદીનું ઉષ્માભર્યું સ્વાગત સ્થળે પ્રધાનમંત્રીએ ગૌરવભાઇ રૂપારેલિયા સાથે મુલાકાત કરી હતી અને મોદીએ ગૌરવભાઇના માથા પર હાથ મૂકી ખુબ જ પ્રગતિ કરો અને લોકઉપયોગી સેવાકાર્યો, સંગઠનને મજબૂત રીતે આગળ વધારવા નિષ્ઠાપુર્વક ખંતથી કાર્ય કરો તેવાં આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર, અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મત્યોદ્યોગ રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, ડો.પ્રદ્યુમન વાજા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યો, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લાના અગ્રણીઓ દિગ્વીજયસિંહ ગોહિલ, કુમારભાઇ શાહ, રાજુભાઇ રાબડીયા, રાજીવભાઇ પંડ્યા, પદાધિકારીઓ-અધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
