હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં ર૨૦૦ ઉછાળો સોનામાં ૧૦૮૦ : બંને કિંમતી ધાતુઓના ભાવો નવી ટોચે
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૩૬,૦૦૦ અને સોનાના ભાવ ૧,૧પ,૧૮૦ રૂા. થયા

રાજકોટ, તા., રર : સોના-ચાંદીમાં સતત તેજીના પગલે દિન-પ્રતિદિન નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે નવા સપ્તાહના પ્રારંભે ચાંદીમાં રર૦૦ રૂપિયા તથા સોનામાં ૧૦૮૦ રૂા.નો ભાવ વધારો થતા બંને કિંમતી ભાવોએ ફરી નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે રર૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૩૩,૮૦૦ રૂા. હતા જે વધીને આજે ૧,૩૬,૦૦૦ ની નવી ટોચની સપાટી સર કરી છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૮૦ રૂા.નો ભાવવધારો થયો હતો. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૧૪,૧૦૦ રૂા. હતા તે ૧૦૮૦ રૂા. વધીને આજે બપોરે ૧,૧પ,૧૮૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૧૦,૮૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૧,૪૧,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૧,પ૧,૮૦૦ રૂા. થયા હતા.
વિશ્વ માર્કેટમાં ડોલરમાં સુધારો થતા સોના-ચાંદીના ભાવો સતત વધી રહયા છે. આગામી દિવસોમાં હજુ પણ નવી સપાટી જોવા મળશે તેમ જવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૫)ઝ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
