હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશેઃ આતંકીઓને તેમના કર્મ જોઇને માર્યા
રાજનાથસિંહનું મોટું નિવેદન

મોરકકો, તા.૨૨: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસના મોરક્કો પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે. ત્યાં પણ માંગ ઉઠવા લાગી છે અને તમે નારા પણ સાંભળ્યા હશે. તેમણે કહ્યું કે હું પાંચ વર્ષ પૂર્વે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારતીય સેનાને સંબોધિત કરી રહ્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે પીઓકેને હુમલો કરીને મેળવવાની જરુર નહિ પડે. એ આમ પણ આપણું છે. પીઓકે જાતે કહેશે હું ભારત છું.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
