હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ૭,૫૦૦ સુધીના ભાડાવાળા હોટલ રૂમ પર ફક્ત ૫% GST વસૂલાશે
સ્થાનિક પર્યટનની વધશે આવક

નવી દિલ્હી, તા.૨૨: ફરવા ગયા હોઈએ ત્યારે અથવા તો જે પ્રેમીઓ જેઓ સસ્તું એકાંત શોધવાની ફિરાકમાં હોય છે ત્યારે સૌથી મોટો સવાલ હોટલ રુમનો હોય છે, હોટલના રુમમાં કંઈ સસ્તા નથી હોતાં, તગડી રકમ લઈને જ હોટલના રુમ ભાડે મળતાં હોય છે પરંતુ હવે આવા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે.
જીએસટી નવા દરમાં લાગુ પડી ગયાં છે જેમાં સસ્તી થનારી ઘણી બધુ વસ્તુઓમાં એક હોટલ પણ છે. હોટલમાં જવાનું હવે ખૂબ સસ્તું થયું કારણ કે તેની પર લાગતાં જીએસટીના રેટમાં મોટો ઘટાડો કરાયો છે. હવે ૭,૫૦૦ સુધીના ભાડાવાળા હોટલ રૂમ પર હવે ફક્ત ૫% GST વસૂલાશે જેની પર અગાઉ ૧૨% GST હતો.
એવા લોકો કે જેઓ વારંવાર ફરવા જતાં હોય છે અને હોટલમાં ઉતરતાં હોય છે અથવા તો પ્રેમીપંખીડાઓ કે જેઓ એકાંત માણવા માગતા હોય અથવા તો શારીરિક સંબંધની પૂર્તિ માટે હોટલ જતાં હોય. તેમને પૈસામાં મોટો ફાયદો થશે. આ નવી સુવિધાનો લાભ લઈને, તમે ખૂબ ચિંતા કર્યા વિના ઓછા ખર્ચે ભારતના સુંદર પર્યટન સ્થળોની શોધખોળ કરી શકો છો.
હોટેલ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આ સરકારના નિર્ણયથી સ્થાનિક પર્યટનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. જ્યારે હોટેલના દર સસ્તા થશે, ત્યારે લોકો વધુ મુસાફરી કરશે અને વેકેશન પર જશે. જેનાથી આવકમાં ૭ થી ૧૦ ટકાનો વધારો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે જીએસટીના નવા ઘટાડેલા દર આજથી અમલમાં આવતાં ૩૭૫ ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે જેનાથી મિડલ ક્લાસને મોટી રાહત મળી છે.(૨૩.૨૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
