<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

હેલ્‍થ ઈન્‍સ્‍યુરન્‍સમાં સિનિયર સિટીઝનના પ્રીમિયમમાં અંદાજે રૂ.૭૯૦૦નો ઘટાડો

૬૧ વર્ષની વયના સિનિયર સિટીઝન માટે એક કરોડના ટર્મ ઈન્‍સ્‍યોરન્‍સનું પ્રીમિયમ રૂ.૧,૫૩,૪૦૦થી ઘટી લાખ થશે રૂ.૧,૩૦

 

નવી દિલ્‍હી,તા.૨૩: ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં આરોગ્‍ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમ પરના ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના દર ૧૮ ટકાથી ઘટાડીને શૂન્‍ય ટકા કરી દેવાને પરિણામે ખાનગી વીમા કંપનીઓના રૂા.૧૦ લાખના આરોગ્‍ય વીમા લેનારા ૬૫ વર્ષની આસપાસના સિનિયર સિટિઝનના પ્રીમિયમ રૂા.૧૦૪ થી ઘટીને અંદાજે રૂા. ૪૪૧૫૬ થવાનો અંદાજ છે. આમ તેમાં રૂા. ૭૯૪૮નો ઘટાડો થવાની શક્‍યતા છે. આ જ રીતે રૂા. ૧ કરોડનો ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ લેનારા સિનિયર સિટીઝનને ભરવાનું થતું પ્રીમિયમ રૂા.૧,૫૩,૪૦૦થી ઘટીને રૂા.૧,૩૦,૦૦૦ થઈ જવાનું છે. આમ ૬૧ વર્ષની વયના નાગરિકો માટેના ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સના પ્રીમિયમમાં અંદાજે ૨૩,૪૦૦ સુધીનો ઘટાડો જોવા મળે તેવો અંદાજ છે.

વિમાના ક્ષેત્રના અનુભવી અને જાણકારોનું કહેવું છે કે ૨૫ વર્ષની વયનો યુવાન જોટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાનું આયોજન કરે તો તેવા સંજોગોમાં તેણે વાર્ષિક રૂા.૧૩,૬૧૪નું પ્રીમિયમ ભરવાનું આવતું હતું. હવે ૧૮ ટકા જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્‍યો હોવાથી ૨૫વર્ષના યુવાને ભરવાનું થતું પ્રીમિયમ ઘટીને રૂા.૧૧,૫૩૭ થઈ જશે. આમ પ્રીમિયમમાં રૂા.૨૦૭૭નો ઘટાડો થવાનો અંદાજ છે રૂા.૩૮,૫૯૩નું પ્રીમિયમ ભરવાનું થતું  હતું. આ પ્રીમિયમ ઘટીને રૂા.૩૨૭૦૬ થઈ જશે. આમ તેમના પ્રમિયમમાં રૂા. ૫૮૮૭નો ઘટાડો જોવા મળશે.

આરોગ્‍ય વીમાના પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લાગતો હોવાથી ઘણાં સિનિયર સિટીઝનને આરોગ્‍ય વીમો લેવો પરવડતો નહોતો. તેથી તેમણે આખી જિન્‍દગી આરોગ્‍ય વીમાનું પ્રીમિયમ ભર્યું હોવા છતાંય આરોગ્‍ય વીમો લેવાનું બધે જીએસટી હોવાને કારણે કેટલાક લોકો તો આરોગ્‍ય વીમો લેતા જ નહોતા. યુવાનો પણ નાની ઉંમરથી આરોગ્‍ય વીમો લેવાનું પસંદ કરશે. આ જ રીતે જીવન વીમા અને તેમાંય ખાસ કરીને ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ ઓછા લોકો લેતા હતા. તેમાં પણ ૧૮ ટકા જીએસટી હતો. હવે જીએસટી શૂન્‍ય ટકા કરી દેવામાં આવ્‍યો છે. ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સમાં તમે પ્રીમિયમ તરીકે આપેલી રકમ પરત મળતી નથી. પરંતુ તમારી અનુપસ્‍થિતિમાં એટલે કે તમારા મૃત્‍યુ પછી તમારી જીવન સાથીને પ્રીમિયમ ભરવું પડતું નથી. તેમનો ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ ચાલુ જ રહે છે. તેમ જ તેમના લાઈફ પાર્ટર્નરના અવસાન બદલ તેમને જે રકમનો એટલે કે રૂ.૫૦ લાખ કે રૂ.૧ કરોડનો વીમો લીધો હોય તે વીમાની પે રકમ વીમા કંપની દ્વારા ચૂકવી દેવામાં આવે છે. ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રીમિયમ પરનો જીએસટી ઘટતા લોકો લાંબા ગાળાના નાણાંકીય આયોજનો કરતાં થશે.(૪૦.૯)

(9:53 AM IST)