<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ચોમાસાની રવાનગી સાથે વાપસી : ? પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્‍યના ચોમાસાએ વિદાય લઈ લીધી

ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે :બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્‍ટમ્‍સ સક્રિય, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવાની શક્‍યતા : નવરાત્રિ પર સંકટઃ નવી સિસ્‍ટમ્‍સના કારણે ગઈકાલથી શરૂ થયેલ નવરાત્રીના શરૂઆતના તબક્કામાં તથા સપ્‍ટેમ્‍બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્‍ટોબરના પ્રારંભના દિવસોમાં રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્‍ડ જોવા મળી શકે છે

 

ગાંધીનગરઃ ચાર મહિના સુધી ગુજરાતને તરબોળ કર્યા બાદ નૈઋત્‍યના ચોમાસાએ હવે સત્તાવાર રીતે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અને ખાનગી હવામાન સંસ્‍થા સ્‍કાયમેટના અહેવાલ મુજબ, ગઈકાલે ૨૨ સપ્‍ટેમ્‍બરની સ્‍થિતિએ ચોમાસું પંજાબ, હરિયાણા, દિલ્‍હી, ઉત્તર પ્રદેશ, મધ્‍ય પ્રદેશ અને રાજસ્‍થાનની સાથે-સાથે ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાંથી પાછું હટી ગયું છે. ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે.

ઉત્તર-પヘમિ ભારતમાં સૂકું વાતાવરણઃ ચોમાસાની વિદાય સાથે જ હવે પંજાબ, હરિયાણા, દિલ્‍હી અને રાજસ્‍થાન સહિત ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં ઉત્તર-પヘમિ દિશામાંથી સૂકા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે. આના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને આકાશ સ્‍વચ્‍છ થતાં તાપમાનમાં સામાન્‍ય વધારો અનુભવાઈ શકે છે. પહાડી વિસ્‍તારો જેવા કે ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના યથાવત છે, પરંતુ અન્‍યત્ર હવામાન મુખ્‍યત્‍વે સૂકું રહેશે.

ચિંતાનું કારણઃ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્‍ટમ્‍સઃ એક તરફ જ્‍યાં ઉત્તર-પヘમિ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્‍યાં બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્‍ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્‍ણાતોના મતે, આ સિસ્‍ટમ્‍સ આગામી ૨ થી ૩ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની સંભવિત દિશા ઉત્તર-પヘમિ તરફની છે, જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે.

આ નવી સિસ્‍ટમ્‍સના પ્રભાવ હેઠળ સપ્‍ટેમ્‍બર મહિનાના અંતિમ દિવસોમાં અને ઓક્‍ટોબરની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં મધ્‍યમથી ભારે વરસાદનો વધુ એક રાઉન્‍ડ આવી શકે છે.

શું નવરાત્રિના રંગમાં ભંગ પડશે?

ચોમાસાની વિદાયની જાહેરાતથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ બંગાળની ખાડીની આ નવી સિસ્‍ટમ્‍સે ફરી ચિંતા વધારી છે. જો હવામાન વિભાગની આગાહી સાચી પડે છે, તો સોમવારથી શરૂ થયેલ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદી ઝાપટાં ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે.

હાલમાં, પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્‍યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ છે ત્‍યારે  આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે વધુ સ્‍પષ્ટ ચિત્ર સામે આવશે. ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઈકાલે પણ સારો એવો વરસાદ પડ્‍યો છે. (૩૮.૧૯)

(10:31 AM IST)