<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

બીચ પર કાર તણાઈઃ મહામહેનતે બહાર નીકળી

વસઈના કળંબ બીચ પર કાર લઈને ફરવા ગયેલા પ્રવાસીઓ વણજોઈતી આફતમાં ફસાયા હતા

વસઈ તા.૨૩: વસઈના કળંબ બીચ પર કાર લઈને ફરવા ગયેલા પ્રવાસીઓ વણજોઈતી આફતમાં ફસાયા હતા. દરિયાની વધુ નજીક ગાડી ચલાવવા જતાં માટીમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. બહાર કાઢવાના પ્રયત્‍ન દરમ્‍યાન કાર દરિયાની રેતીમાં વધુ ખૂંપતી ગઈ હતી અને દરિયાનું પાણી ફરી વળતાં કાર પાણીમાં ડૂબી ગઈ હતી. આ બનાવ નજરે જોનારા સ્‍થાનિક લોકો કારચાલકની મદદે પહોંચ્‍યા હતા. કારને દોરડા વડે બાંધીને લોકોએ દોરડું ખેંચવા માટે લાંબી લાઇન બનાવી હતી. મહામહેનતે લોકોએ કારને બહાર કાઢી હતી. કારમાં કેટલા મુસાફરો હતા એ હજી બહાર આવ્‍યું નથી, પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. આ બનાવનો વિડિયો વાઇરલ થતાં અનેક લોકોએ ચોમાસામાં દરિયામાં વધુ અંદર ન જવું જોઈએ એવાં સલાહ-સૂચન કમેન્‍ટ કર્યાં હતાં. 

(1:25 PM IST)