<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

કાર, એસી અને ટીવીના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

જીએસટી૨.૦ પછી બજારમાં ધમાકોઃ નવરાત્રિના પહેલા દિવસે બજારમાં ખરીદદારોની એવી ભીડ જોવા મળી કે વેપારીઓ પણ હચમચી ગયા

નવી દિલ્‍હી તા.૨૩: સોમવારે જીએસટી૨.૦ બચત ઉત્‍સવ અને નવરાત્રિના પહેલા દિવસે દેશભરના બજારો ધમધમી ઉઠ્‍યા હતા. નવા જીએસટી નિયમો લાગુ થયા બાદ ગ્રાહકો માટે પાણી વસ્‍તુઓ સસ્‍તી થઈ ગઈ, જેના કારણે ખરીદદારોની ભીડ ઉમટી પડી. ખાસ કરીને એર કન્‍ડીશનર, ટેલિવિઝન, કાર અને ટુ-વ્‍હીલર જેવી મોટી વસ્‍તુઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. AC અને TVના વેચાણમાં ૩૦-૩૫ ટકા સુધીનો ઉછાળો આવ્‍યો, જ્‍યારે કારના વેચાણમાં પણ રેકોર્ડબ્રેક વૃદ્ધિ જોવા મળી.

કાર માર્કેટમાં NCR સૌથી આગળ રહ્યું. મારુતિ સુઝુકીએ નવરાત્રિના પહેલા દિવસે જ ૨૫,૦૦૦ કાર ડિલિવરી કરી હતી, જ્‍યારે હ્યુન્‍ડાઇએ ૧૧,૦૦૦ કાર વેચી હતી. આ આંકડા છેલ્‍લા કેટલાય વર્ષોમાં એક દિવસમાં સૌથી વધુ વેચાણમાં આવે છે. અમદાવાદ, બેંગલુરુ, પુણે અને મુંબઈ જેવા શહેરોમાં પણ કાર ખરીદીમાં મોટો વધારો જોવા મળ્‍યો હતો. મારુતિ સુઝુકીના અધિકારીઓએ જણાવ્‍યું કે પહેલા જ દિવસે ૮૦,૦૦૦ પૂછપરછ આવી અને ૭૫,૦૦૦ કાર બુક થઈ. શોરૂમ પણ મોડીરાત સુધી ખુલ્‍લા રાખવામાં આવ્‍યા હતા જેથી વધુમાં વધુ ગ્રાહકોને ડિલિવરી આપી શકાય.

જીએસટી કાઉન્‍સિલે તાજેતરમાં કર માળખામાં ફેરફાર કરી ચાર સ્‍લેબની જગ્‍યાએ ૫% અને ૧૮% ની બે-સ્‍લેબ સિસ્‍ટમ લાગુ કરી હતી. આના કારણે ૨૯૫ વસ્‍તુઓના ભાવ સસ્‍તા થયા, જેમાં ઘી, ચીઝ, માખણ, કોફી, સૂકા ફળો, દવાઓ અને તબીબી સાધનો સહિત રોજિંદી જરૂરિયાતની ઘણી વસ્‍તુઓ સામેલ છે. ઇલેક્‍ટ્રોનિક્‍સ વસ્‍તુઓ જેમ કે વ્‍સ્‍ અને ખ્‍ઘ્‍ના ભાવ પણ ઘટ્‍યા. પહેલા ૨૮% ટેક્‍સ લાગતો હતો તે હવે ૧૮% થયો છે.

હાયર, બ્‍લુ સ્‍ટાર અને અન્‍ય કંપનીઓએ જણાવ્‍યું કે ACના વેચાણમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. TV ઉત્‍પાદકો જેમ કે SPPL (થોમસન, કોડક, બ્‍લાઉપંક્‍ટ બ્રાન્‍ડ્‍સ)એ પણ વેચાણમાં ૩૦-૩૫ ટકા ઉછાળો જાહેર કર્યો. ફક્‍ત નવી જ નહીં પરંતુ વપરાયેલી કારના વેચાણમાં પણ ધમાકો થયો. કાર કંપનીએ જણાવ્‍યું કે પહેલા જ દિવસે તેમના પ્‍લેટફોર્મ પર કાર ડિલિવરીમાં ૪૦૦ ટકા વધારો થયો છે. NCR સૌથી આગળ રહ્યું, ત્‍યારબાદ અમદાવાદ, પુણે, બેંગલુરુ અને મુંબઈમાં વેચાણ નોંધાયું.

નવરાત્રિ સીઝનની શરૂઆતમાં જ જીએસટી ૨.૦ના ઘટાડાના કારણે જબરદસ્‍ત વેચાણ સાથે થઈ છે, જેને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ખુશીની લહેર ફેલાઈ છે.

(10:50 AM IST)