<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપ દુધાતના કાફલા પર હુમલો

સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમના કાફલાની એક કાર ઉપર ૫૦ લોકોના ટોળાએ હુમલો કર્યો : જાનહાની નથી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.,૨૩ : સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા અમરેલી જિલ્લાના કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમના કાફલાની એક કાર ઉપર ૫૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.

 જેમાં તેમના કાફલાની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્‍યા હતા.ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી ગઈ હતી હુમલામાં કોઈ જાન હાની નથી. (૪.૮)

(3:24 PM IST)