<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પતિને ‘પાળીતો ઉંદર' કહેવો અને સાસરિયાથી અલગ રહેવાની જીદ કરવી એ પત્‍નીની માનસિક ક્રુરતા છે

છતીસગઢ હાઈકોર્ટનો મહત્‍વનો ચુકાદો

બિલાસપુર, તા.૨૩: એક મહત્‍વપૂર્ણ નિર્ણયમાં છત્તીસગઢ હાઈકોર્ટે પત્‍ની દ્વારા પતિને પાલતુ ઉંદર કહેવા અને સાસરિયાઓથી અલગ રહેવાની જીદને માનસિક ક્રૂરતા ગણાવી છે. કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને સમર્થન આપ્‍યું હતું અને પતિને છૂટાછેડા મંજૂર કર્યા હતા. તેણે પત્‍નીને રૂ.૫ લાખનું કાયમી ભરણપોષણ અને પુત્ર માટે માસિક ભથ્‍થું મેળવવાનો પણ આદેશ આપ્‍યો હતો.

આ કેસ એક દંપતીનો છે જ્‍યાં પત્‍નીએ પતિ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્‍યો હતો, પરંતુ હાઈકોર્ટે પત્‍નીના વર્તનને ક્રૂર માન્‍યું હતું. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્‍યું હતું કે ભારતીય સંયુક્‍ત કુટુંબ વ્‍યવસ્‍થામાં, પતિને તેના માતાપિતાથી અલગ કરવાનો આગ્રહ રાખવો સ્‍પષ્ટપણે માનસિક ક્રૂરતા છે. ન્‍યાયાધીશે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે પરંપરાગત કૌટુંબિક માળખામાં, આવી માંગણીઓ વૈવાહિક સંબંધ તોડવા માટેનું કારણ બની શકે છે.

પરિવારિક કોર્ટે પતિની અરજી પર છૂટાછેડા પહેલાથી જ મંજૂર કરી દીધા હતા, પરંતુ પત્‍નીએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન, પતિએ દાવો કર્યો હતો કે તેની પત્‍નીના અપમાનજનક વર્તન અને અલગ રહેવાના આગ્રહથી તેનું જીવન નર્ક બની ગયું છે. પુરાવાઓની તપાસ કર્યા પછી, કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને સમર્થન આપ્‍યું.

કાનૂની નિષ્‍ણાતો માને છે કે હાઇકોર્ટનો આ નિર્ણય એવા પતિઓને રાહત આપશે જેઓ તેમની પત્‍નીઓના આવા વર્તનથી પરેશાન છે. વધુમાં, આ કેસમાં પત્‍નીને ભરણપોષણનો આદેશ આપીને, કોર્ટે આર્થિક ન્‍યાય પણ સુનિヘતિ કર્યો. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ પતિએ રાહતનો શ્વાસ લીધો.

(11:37 AM IST)