News of Tuesday, 23rd September 2025
ટાટાએ પહેલા દિવસે જ ૧૦,૦૦૦ કાર ડિલિવરી કરી
GST છુટ અને નવરાત્રિનો ડબલ ડોઝ ! : GST છુટ બાદ, ટાટા કાર્સના ભાવમાં રૂ.૧.૫૫ લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો : વધુ કંપની તહેવારોની મોસમ દરમિયાન કાર ખરીદી પર વધારાના લાભો આપી રહી છે : જેના ગ્રાહકો રૂ.૨ લાખ સુધીની બચત કરી શકે છે

નવી દિલ્હી, તા.૨૩: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે. કાર કંપનીઓએ પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક બુકિંગ અને ડિલિવરી નોંધાવી છે. મારુતિ સુઝુકીએ એક જ દિવસમાં બુકિંગનો ૩૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે GST મુક્તિ પછી ટાટા મોટર્સે નવરાત્રિનો -થમ દિવસ પણ શાનદાર રહ્યો. કંપનીના શોરૂમમાં પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી હતી.
પ્રથમ દિવસના આંકડા શું કહે છે?
GST મુક્તિ બાદ, કારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેની સીધી અસર કારના વેચાણ અને બુકિંગ પર પડી રહી છે. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે GST મુક્તિના પહેલા દિવસે, કંપનીને નવી કાર માટે ૨૫,૦૦૦ થી વધુ પૂછપરછ મળી હતી. વધુમાં, કંપનીએ એક જ દિવસમાં ૧૦,૦૦૦ કાર ડિલિવરી કરી હતી.
ટાટા કાર પર ૨ લાખ રૂપિયા સુધીની બચત
તાજેતરના GST મુક્તિ ઉપરાંત, ટાટા મોટર્સ તેની કાર પર વધારાના લાભો પણ આપી રહી છે. ગ્રાહકો ૨ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. કારના ભાવ ઘટાડા અંગે, ટાટાએ તેની સૌથી સસ્તી કાર, ટિયાગોની કિંમતમાં ૭૫,૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. તેની શરૂઆતની કિંમત હવે ૪.૫૭ લાખ રૂપિયા છે.
કંપનીએ નેક્સનની કિંમતમાં મહત્તમ ૧.૫૫ લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. તે હવે ૭.૩૧ લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે આવે છે. તે ૪૫,૦૦૦ રૂપિયા સુધીના વધારાના લાભો પણ આપે છે. એકસાથે, ગ્રાહકો આ લ્શ્સ્ પર રૂ.૨ લાખ સુધીની બચત કરી શકે છે. હેરિયર અને સફારીને અનુક્રમે રૂ.૧.૪૪ લાખ અને રૂ.૧.૪૮ લાખ રૂપિયાનો ઘટાડો મળ્યો છે. તેમની કિંમતો હવે અનુક્રમે રૂ.૧૩.૯૯ લાખ અને રૂ.૧૪.૬૬ લાખથી શરૂ થાય છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
