<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

નેપાળ બાદ હવે પેરૂમાં યુવાનો રસ્‍તા પર ઉતર્યા

સતત બે દિવસથી અહીં પ્રદર્શનકારીઓ આક્રમક અંદાજમાં રસ્‍તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે

નેપાળ બાદ હવે પેરૂમાં પણ યુવાનો રસ્‍તા પર ઉતર્યા અને સરકાર વિરૂદ્ધ તેજાબી વિરોધ શરૂ કર્યો. પ્રદર્શનકારીઓ જ્‍યારે કોંગ્રેસ તરફ આગળ વધ્‍યા ત્‍યારે પોલીસે તેઓને અટકાવ્‍યા. પરિણામે યુવાનોનો ગુસ્‍સો ભભૂક્‍યો. પોલીસે પ્રદર્શનકારીઓના ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો. જેના કારણે ઉશ્‍કેરાયેલા પ્રદર્શનકારીઓએ પથ્‍થરમારો શરૂ કરી દીધો.

સતત બે દિવસથી અહીં પ્રદર્શનકારીઓ આક્રમક અંદાજમાં રસ્‍તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. નેપાળ અને પેરૂ બંને દેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે. Gen-Zના બેનર, સોશિયલ મીડિયા પોસ્‍ટ્‍સ, મીમ્‍સ અને એકસાથે ભેગા થઈને વિરોધ કરવાની રીત મોટા ભાગે સમાન છે

(11:49 AM IST)