News of Tuesday, 23rd September 2025
રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતો માટેના વિમા કવચમાં પ લાખનો વધારોઃ નવી કૃષિ લોન યોજના
બેંકની સાધારણ સભામાં ચેરમેન જયેશ રાદડિયાની જાહેરાત

વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇની પરંપરાને આગળ વધારતા જયેશભાઇ રાદડિયા
રાજકોટઃ અમિતભાઇ શાહે સભામાં જયેશભાઇ રાદડિયાના ભરપૂર વખાણ કર્યા હતા. તસ્વીરમાં જયેશભાઇ અમિતભાઇને કંઇક કહી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા.23: જિલ્લા બેંકની સાધારણ સભામાં ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતો માટે નીચે મુજબ મહત્વની જાહેરાતો કરી હતી.
રાજકોટ જીલ્લા સહકારી બેંકની ૬૬મી વાર્ષિક સાધારણ સભા શ્રી જયેશ રાદડિયા, ચેરમેનશ્રી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંક લી., ધારાસભ્યશ્રી, જેતપુર- જામકંડોરણા, ડિરેકટરશ્રી, ઇફકો- ન્યુ દિલ્હી, ડિરેકટરશ્રી, ગુજકોમાસોલ- અમદાવાદ અધ્યક્ષસ્થાને મળેલ હતી. આ સભામાં બેંકના યુવા ચેરમેન અને ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયાએ બેંકનો સને ૨૦૨૪-૨૦૨૫ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.૧૨૫ કરોડ થયાની અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
(૧) ધિરાણ લેતા સભાસદોની હાલ રૂા. ૧૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે, તેમાં રૂા.પ લાખનો વધારો કરી રૂા.૧૫ લાખની લેવામાં આવશે. જેમનું તમામ પ્રિમિયમ અંદાજીત રૂા. ૧૫ કરોડ બેંક દ્વારા ભરવામાં આવશે. (૨) સને ૨૦૨૫/૨૬ ના વર્ષના ખરીફ કે.સી.સી. શાખમાં ૧૦% જેવો વધારો કરતા આ વર્ષે રૂા.૪,૧૦૦ કરોડ ધિરાણ થયેલ છે. તેના ઉપર મંડળી માટે ૧.૫૦% વ્યાજ માર્જીનની જાહેરાત કરૂ છું. જેની કુલ રકમ રૂા. ૬૨ કરોડ થાય છે. (૩) વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય રૂા. ૧૫,૦૦૦/- માં રૂા. ૧૦,૦૦૦/- નો વધારો કરી રૂા.૨૫,૦૦૦/-કરવાની જાહેરાત. (૪) ખેડુત સભાસદોને ખેતિમાં વૈજ્ઞાનિક પધ્ધતિ / આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે રૂા.૪.૦૦ લાખની લોન મર્યાદામાં નવી ‘‘કળષિ વિકાસ લોન યોજના'' જાહેર કરું છું. (૫) મધ્યમ મુદત ખેતિવિષયક ‘‘કળષિ તત્કાલ'' લોન મર્યાદા રૂા.૫.૦૦ લાખ છે, તેમાં રૂા.૨.૦૦ લાખનો વધારો કરી રૂા.૭.૦૦ લાખની લોનની જાહેરાત. (૬) એજયુકેશન લોન રૂા. ૩૫.૦૦ લાખની લોન મર્યાદામાં રૂા.૫.૦૦ લાખનો વધારો કરી રૂા.૪૦.૦૦ લાખ કરવાની જાહેરાત. (૭) કેન્દ્ર સરકારશ્રીની ‘‘સહકાર સે સમળધ્ધિ'' યોજના અન્વયે પેકસ કોમ્પ્યુટરાઈઝેશન અંતર્ગત મંડળીના મંત્રીશ્રીઓને પ્રોત્સાહન મળે તે માટે બેંક લોન મેળવતી દરેક ખેતિવિષયક મંડળીઓના મંત્રીશ્રીને પ્રોત્સાહિત ૨કમ રૂા.૭,૫૦૦ આપવાની જાહેરાત.(
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
