News of Tuesday, 23rd September 2025
રાજકોટ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમિતભાઇ શાહનું સન્માન

રાજકોટઃ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ગઇકાલે રેસકોર્ષ મેદાનમાં સહકાર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયા, જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, મેયર નયનાબેન પેઢડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
