News of Tuesday, 23rd September 2025
જોધપુરમાં ૧૮૧ યજ્ઞ કુંડ દ્વારા વિશ્વશાંતિ મહાયજ્ઞ

રાજકોટઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. આજે જોધપુર અને આસપાસના વિસ્તારના ૩૦૦૦ થી અધિક હરિભક્તોએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી, દેશ-વિદેશથી આવેલા અન્ય શ્રદ્ધાળુ ભક્તો આ પુણ્ય અનુષ્ઠાનમાં જોડાશે. યજ્ઞનો મુખ્ય સંદેશ શુદ્ધતા, પવિત્રતા, સકારાત્મકતા, પ્રકળતિ અને પર્યાવરણ પ્રત્યે આદર, આધ્યાત્મિક પ્રગતિ અને માનવતા પ્રત્યે સમર્પણ છે. આ ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોને તેમની સંસ્કળતિ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાનો છે. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, જે જે મહાનુભાવો તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે તેઓને વિશેષ યાદ કરવા માટે ‘‘કળતજ્ઞતા દિવસ'' પર એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓના સેવા, સમર્પણ અને પરિશ્રમને બિરદાવવામાં આવ્યા હતા. આ અવસરે સૂર્યનગરી જોધપુર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી ભરાઈ ગયું, જ્યારે હજારો ભક્તો આ પ્રેરણાદાયક ઉત્સવમાં જોડાયા. આ પ્રસંગે જોધપુર ક્ષેત્રના વિશિષ્ટ જનપ્રતિનિધિઓએ પણ પોતાની પાવન ઉપસ્થિતિ નોંધાવી, જેમાં જોધપુરના માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ અગ્રવાલ (આઈએએસ) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા. કાર્યક્રમમાં બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીજીએ ભારતીય સંસ્કળતિમાં કળતજ્ઞતા ભક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સંસ્થામાં કળતજ્ઞતા સાથે જોડાયેલા પ્રેરણાદાયક પ્રસંગોનું વર્ણન કર્યું. આ પછી, ઉપસ્થિત ગણમાન્ય અતિથિઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે પોતાના હૃદયસ્પર્શી અનુભવોને યાદ કર્યા. ત્યારબાદ પૂજ્ય યોગીપ્રેમદાસ સ્વામીજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. સભાનું સમાપન ભવ્ય આરતી સાથે થયું, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. (
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
