News of Tuesday, 23rd September 2025
"યા દેવી સર્વભૂતેષુ..."ની ગૂંજ સાથે ઝુબિન ગર્ગ અનંતની યાત્રાએ: હજારો ચાહકોની આંખો ભીની; પત્નીનું આક્રંદ જોઈ સૌ કોઈની આંખો છલકાઈ ગઈ
આસામના કમારકુચીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રખ્યાત ગાયકના અંતિમ સંસ્કાર સંપન્ન, નાની બહેને મુખાગ્નિ આપી, સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ વખતે થયું હતું નિધન

ગુવાહાટી: પોતાના સુમધુર અવાજથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવનાર પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગ આજે અનંતની યાત્રાએ નીકળી ગયા છે. સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં નિધન પામેલા ૫૨ વર્ષીય ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર આજે આસામના કામરૂપ જિલ્લામાં આવેલા કમારકુચી ગામ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન તેમના અત્યંત લોકપ્રિય ગીત "યા દેવી સર્વભૂતેષુ" વગાડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંતિમ સંસ્કાર સમયે તેમનાં પત્ની ગરિમા સૈકિયા ગર્ગ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં, જેમના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બન્યું હતું.
ઝુબિનની નાની બહેન પાલ્મી બોરદોલોઈએ અંતિમ વિધિ સંપન્ન કરી હતી. આ દુઃખદ અવસરે પરિવારજનો, સંબંધીઓ અને હજારોની સંખ્યામાં ચાહકો ભીની આંખે તેમને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
