<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

૨૩ મહિના સુધી જેલમાં રહયા બાદ આઝમખાન ‘જેલ મુકત'

તમામ ૭૨ કેસમાં જામીન મળ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૩: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને તેમના વિરુદ્ધના તમામ કેસોમાં જામીન મળ્‍યા બાદ સીતાપુર જેલમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા છે. ૨૩ મહિના પછી તેમને જેલમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા છે. સપા સાંસદ રુચિ વીરા આઝમ ખાનને લેવા પહોંચ્‍યા હતા. એવી અફવાઓ હતી કે તેઓ ટૂંક સમયમાં સપા છોડીને બસપામાં જોડાશે, પરંતુ રુચિ વીરાએ આ પ્રશ્‍નનો જવાબ આપતા કહ્યું, આ ભાજપનું કાવતરું છે. આઝમ ખાન સપામાં જ રહેશે. સપા નેતાનો જેલ છોડવાનો એક વીડિયો પણ સામે આવ્‍યો હતો, જેમાં તેઓ કારમાં જતા દેખાયા હતા. એવું જાણવા મળ્‍યું હતું કે આઝમ ખાનને આજે સવારે જેલમાંથી મુક્‍ત થવાનો હતો, પરંતુ કોર્ટની કાર્યવાહીમાં મુક્‍તિમાં વિલંબ થયો.

(3:23 PM IST)