<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

આ હુમલો મને ડરાવવા થયો હોય તો હું કોઇના બાપથી બીતો નથી : પ્રતાપ દુધાત

આ અંગે ડીએસપીને જાણ કરી છે અને પોલીસ તપાસ બાદ સત્‍ય બહાર આવશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૩: સાવરકુંડલાના પુર્વ ધારાસભ્‍ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના કાફલા ઉપર થયેલા હુમલાના અમરેલી જીલ્લામા ધેરા પડધા પડયા છે.

આ અંગે પ્રતાપભાઈ દુધાતે જણાવ્‍યું છે કે સોમનાથ ખાતે સરદાર યાત્રાનું સમાપન કરી હું પરત આવતો હતો એ દરમિયાન દુધાળા પાસે અંદાજે ૫૦ જેટલા લોકો ઉભા હતા તેમણે મારા કાફલાની કાર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો મારા ડ્રાઇવરની અને બીજી કારના ડ્રાઇવરની સમય સૂચકતા ને લીધે અમારો બચાવ થયો હતો.

તેમણે જણાવ્‍યું હતું કે અમારા કાફલા ઉપર ચોક્કસ હુમલાના પ્રયાસો થયા જ હતા આ ઘટના બાદ મેં તુરંત ડી.એસ.પી.ને જાણ કરી હતી.

તમે ફરિયાદ કરશો એ પ્ર‘ના જવાબમાં તેમણે એવું પણ કહ્યું હતું કે આ હુમલો મારી ઉપર પર્સનલ હતો કે બીજા કોઈ ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્‍યો તે હવે પોલીસ તપાસ કરશે ત્‍યારે ખુલાસાઓ થશે.

આ બનાવ મારા ઉપર હુમલા નો છે, મારી સાથેની બીજી કાર ઉપર છે કે લૂંટનો છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

સોમનાથ થી પરત આવતા સમયે તુલસીશ્‍યામ પાસે જે ચેકપોસ્‍ટ ઉપરથી હું પાસ થયો એ ચેકપોસ્‍ટ રાત્રે ૮ વાગ્‍યે બંધ કરી દેવામાં આવે છે પરંતુ મેં આ અંગે આર.એફ.ઓ.ને ફોન કરી જાણ કર્યા પછી જ મે આ ચેકપોસ્‍ટ પાર કરી હતી.

હાલ મારી ઉપર હુમલો કરનાર લોકોના અમુક નામો,તેમની ગાડીના નંબરો મારી પાસે આવી ગયા છે અને મેં આ બાબતે અમરેલી ડી.એસ.પી.ને અને ધારી પોલીસ સ્‍ટેશને જાણ પણ કરી દીધી છે.

તેમણે અંતમાં કહ્યું હતું કે જો આ હુમલો મારી ઉપર થયો હોય કે મને ડરાવવા માટે થયો હોય તો હું કોઈના બાપ થી બીતો નથી હું સ્‍પષ્ટ વક્‍તા છું જો તપાસ બાદ સ્‍પષ્ટ થશે કે આ હુમલો મારા ઉપર થયો હતો કે મને ડરાવવા માટે થયો હતો તો હું પણ કયારેય કોઈનાથી ડર્યોે નથી અને મેં પાછા પગલાં ભર્યા નથી.  

(3:24 PM IST)