News of Tuesday, 23rd September 2025
રામચરિત માનસની પણ નવદુર્ગા, નવ શકિતઓ છેઃ પૂ. મોરારીબાપુ
ઉત્તરપ્રદેશમાં શ્રી રાધાજીની પ્રેમભુમી બરસાનામાં આયોજીત ‘માનસ ગૌસુકત' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ

રાજકોટઃ તા. ર૩, પૂ. મોરારીબાપુ વ્યાસાસને ઉત્તર પ્રદેશમાં શ્રી રાધાજીની પ્રેમભુમી બરસાનામાં આયોજીત ‘માનસ ગૌસુકત' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ છે.
પૂ. મોરારીબાપુએ શ્રી રામકથામાં કહયુ હતું કે રામચરિત માસને પણ પોતાની એક નવ શકિત, નવ દુર્ગા, જંગદંબા છે. નવ મહાશકિત મૂળમાં એમાં પણ ત્રણ પરમશકિત છેઃ મહાલક્ષ્મી, મહાકાલી અને મહા સરસ્વતી આ દરેકને ત્રણ-ત્રણ એમ મળીને નવ રૂપ નિર્મિત થાય છે.
નવરાત્રિ આપણે અનુષ્ઠાનના રૂપમાં મનાવતા હોઇએ છીએ. પણ માનસના આધાર પર કહું તો મહાલક્ષ્મી ત્રણ રૂપઃ એક વિષ્ણુ પત્ની,ભૂમિરૂપ બીજું શ્રીરૂપ અને ત્રીજું રૂપ જયરામ રમા રમનમ શરનમ્-એટલે કે રમા રમણ પરામ્બા જાનકીજીનું સ્વરૂપ છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, નવરાત્રિમાં જેટલો સમય પણ મળે, આ દિવસોમાં માનસનો ખુબ પાઠ કરજો તીર્થમા રહેવું પણ પારાયણ છે. રામપરાયણ થવું એ રામ પારાયણ જે છે આખા માસનો પાઠ અનુラકૂળ ન થાય તો ભુશુંડિ રામાયણનો પાઠ, કારણ કે ત્યા અનુરાગ સિવાય કોઇ વાત તુલસીજીએ લખી નથી એ પણ ન થઇ શકે તો ગીતાજીનો પાઠ કરો, કારણ કે શકિત પૂજા થોડીક વજનદાર- ભારે હોય છે. આપણી અલગ અલગ માતાઓમાં એક આપણી જન્મદાત્રી જનેતા, બીજી આપણી જન્મભૂમિ-ભારત માતા, ત્રીજી ગીતા માતા, ચોથી ગંગા માતા, પાંચમી રામાયણ આપણી માતા, છઠ્ઠી ગાયત્રી માતા, સાતમી સીતા માતા, આઠમી સતી માતા અને નવમા ગૌમાતા છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, સત્વની ભૂમિથી કોઇ યાત્રા કરે અને વિધ્નો આવે જ છે, હનુમાનજી સીતા ખોનમાં જાય છે અનેક વિધ્ન આવે છે પણ વિભીષણ રામચરણમાં આવે કોઇ વિઘ્ન નથી આવતું કારણકે તમસની ભૂમિ પોતે જ વિઘ્ન છે. છતાં પણ વિભીષણને રાવણનાં ચરણનો પ્રહાર એ મોટામાં મોટું વિઘ્ન કહી શકાય. મહાભારતના સ્યવના ઋષિની ગાય સંબંધિત કથાની વાત કરીને કહ્યું કે ગાયના સોળ લક્ષણો છે. એ આપણા સદગુરૂમાં પણ એ બધા જ લક્ષણો દેખાય છે.
શ્રી રામકથામાં મનોરથ પરિવાર દ્વારા રૂા. પ.૪ કરોડઃ પૂ. મોરારીબાપુ દ્વારા પ લાખનું દાન
શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન
રાજકોટઃતા. ર૩, શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે.
મથુરા પાસેના શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળા સેવાર્થે ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્નમાનસ ગૌસુકતઙ્ખ ગાન થઈ રહ્યું છે. શ્રી રમેશ બાબાજી મહારાજ આ ગૌશાળાનાં પ્રતિષ્ઠાપક રહ્યાં છે, જ્યાં ૬૫ હજારથી વધુ ગૌધનનું સેવા કાર્ય થઈ રહ્યું છે.
શ્રી મોરારિબાપુ દ્વારા થતી રામકથા ગાન માત્ર ક્રિયાકાંડ ન બને તે કાયમી હેતુ રહ્યો છે, ત્યારે અહીંની રામકથા ગૌસેવા હેતુ રહેલી છે. અહીંયા મનોરથી શ્રી હરેશભાઈ સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ કોઈ પણ ઉપક્રમ કે વ્યાસપીઠ સંબંધી ટહેલ હોય શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતાં જ રહ્યાં છે. આ રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.તેમ જયદેવભાઈ માકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
