News of Tuesday, 23rd September 2025
૬૩ વર્ષની વળદ્ધ મહિલા ૩૧ વર્ષના યુવકના પ્રેમમાં પડી કર્યા લગ્ન
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, તેનો પુરાવો વારંવાર જોવા મળે છેઃ હવે પ્રેમનો એક વધુ પુરાવો સામે આવ્યો : લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કેટલાક યુઝર્સ તેમની આ લવ સ્ટોરી માટે પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક બીજા લોકો એજ ગેપ માટે ટોણા મારે છે

ટોકયો, તા.૨૩: જ્યારે વાત પ્રેમની આવે છે ત્યારે ઉંમર માત્ર એક આંકડો બની જાય છે. દુનિયામાં વારંવાર એવી અજબ પ્રેમકહાનીઓ સામે આવે છે, જે પરંપરાગત માન્યતાઓને પડકાર આપે છે. આવો જ એક કિસ્સો જાપાનમાંથી સામે આવ્યો છે, જ્યાં પ્રેમની ડોરે બે પેઢીઓ વચ્ચેનું અંતર પણ ગાયબ કરી દીધું છે.
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, તેનો પુરાવો વારંવાર જોવા મળે છે. હવે પ્રેમનો એક વધુ પુરાવો સામે આવ્યો છે. ૬૩ વર્ષની એક વળદ્ધ જાપાની મહિલાએ ૩૧ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે. નવાઈની વાત એ છે કે મહિલાનો નવો પતિ તેના પોતાના દીકરા કરતાં છ વર્ષ નાનો છે.
અજરાશી નામની મહિલાએ ખુલાસો કર્યો કે ૨૦૨૦માં તેની નવા પતિ સાથે મુલાકાત ત્યારે થઈ જ્યારે તેને ટોકયોના એક કાફેમાં એક લાવારિસ મોબાઇલ ફોન મળ્યો. જ્યારે તે વ્યક્તિ ફોનની શોધમાં પાછો આવ્યો, ત્યારે અજરાશીએ તેને તરત જ પાછો આપી દીધો, પરંતુ નસીબે તેઓ ફરી મળ્યા.
સાઉથ ચાઇના ર્મોનિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, આ મુલાકાતના એક અઠવાડિયા પછી બંને એક જ ટ્રામમાં હતા અને નંબર આપતા પહેલા એકબીજાને ઓળખી ચૂકયા હતા. અજરાશીના ૨૦ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને ૪૮ વર્ષની ઉંમરે તલાક લીધા પછી તેણે એકલી માતા બનીને પોતાના બાળકની પરવરિશ કરી હતી.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
