હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્યાવસાયિક ગેરવર્તણૂક વકીલને ભારે પડી: સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ માટે બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શન યથાવત રાખી, વધારામા ₹૧ લાખનો દંડ ફટકાર્યો
સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે બીસીઆઈનો નિર્ણય યોગ્ય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વ્યાવસાયિક ગેરવર્તણૂક બદલ દોષિત ઠરેલા એક વકીલને કોઈ રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઇ) દ્વારા પ્રેક્ટિસ પરથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં, કોર્ટે અરજદાર વકીલ પર ₹૧ લાખનો દંડ પણ ફટકાર્યો છે.
મળતી વિગતો મુજબ, બીસીઆઈએ એક વકીલને વ્યાવસાયિક ગેરવર્તણૂકના કેસમાં દોષિત ઠેરવીને ત્રણ વર્ષ માટે તેમની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય સામે વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે બીસીઆઈનો નિર્ણય યોગ્ય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી.
કોર્ટે માત્ર ત્રણ વર્ષના સસ્પેન્શનને યથાવત જ નથી રાખ્યું, પરંતુ વકીલ પર ₹૧ લાખનો દંડ પણ લગાવ્યો છે. વધુમાં, કોર્ટે આદેશ આપ્યો છે કે જો દંડની રકમ ચૂકવવામાં ન આવે તો તેની વસૂલાત તેમની સંપત્તિમાંથી કરવામાં આવે. કોર્ટના આ નિર્ણયને કાયદાકીય વ્યવસાયમાં શિસ્ત અને નૈતિકતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
