<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અયોધ્યાની ધન્નીપુર મસ્જિદના નિર્માણને મોટો આંચકો? વિકાસ સત્તામંડળે ટેકનીકલ કારણોસર નકશો કર્યો નામંજૂર

મસ્જિદના નિર્માણ માટે જરૂરી કેટલાક સરકારી વિભાગો પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એન.ઓ.સી) મેળવવામાં આવ્યું ન હતું

અયોધ્યા: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યાના ધન્નીપુર ગામમાં મસ્જિદના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પરના પ્રોજેક્ટમાં વધુ વિલંબ થઈ શકે છે. અયોધ્યા વિકાસ સત્તામંડળ (એ ડી એ)એ મસ્જિદના નિર્માણ માટે રજૂ કરાયેલા નકશાને ટેકનિકલ કારણોસર નામંજૂર કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્જિદના નિર્માણ માટે જરૂરી કેટલાક સરકારી વિભાગો પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એન.ઓ.સી) મેળવવામાં આવ્યું ન હતું. આ કારણોસર એ ડી એએ હાલ પૂરતો નકશો પાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મસ્જિદનું નિર્માણ ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

હવે ટ્રસ્ટે સંબંધિત વિભાગો પાસેથી જરૂરી એનઓસી મેળવીને ફરીથી નકશો સબમિટ કરવો પડશે. આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે, જેના કારણે મસ્જિદના નિર્માણ કાર્યમાં વિલંબ થવાની સંભાવના છે.

(9:21 PM IST)